હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૯.૫ કરોડ ખેડૂતો માટે આજે ‘દિવાળી' : પીએમ કિસાન નિધિ હેઠળ ૨૦૦૦ રૂા.નો ૧૮મો હપ્તો જમા
પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા ૨-૨ હજાર રૂપિયા : મહારાષ્ટ્રમાં કાર્યક્રમ : ૧૮માં હપ્તા માટે રૂા. ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ : ૧૭મો હપ્તો ૧૮ જુનના રોજ જમા થયો હતો

નવી દિલ્હી તા. ૫ : દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર પાડવામાં આવે છે. છેલ્લો હપ્તો જૂનમાં બહાર પાડવામાં આવ્યો હતો.
પીએમ કિસાન યોજના હેઠળ, દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં આવે છે. ૧૮મી જૂને જારી કરાયેલા ૧૭મો હપ્તામાં લગભગ ૯.૫ કરોડ ખેડૂતોને લાભ મળ્યો હતો. આનો અર્થ એ થયો કે અગાઉ જારી કરાયેલા હપ્તાની તુલનામાં લગભગ ૨૫ લાખ વધુ ખેડૂતોને લાભ મળ્યો છે. જોકે, KYC પૂર્ણ ન થતાં મોટી સંખ્યામાં ખેડૂતો નિરાશ થયા હતા.
વડાપ્રધાન મોદી આજે ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો જાહેર કરશે ત્યારે દેશભરના ૨.૫ કરોડ ખેડૂતો વેબકાસ્ટ દ્વારા આ યોજનામાં જોડાશે. કોઈપણ યોજનામાં ભાગ લેનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા હશે. પીએમ મોદીએ ૧૭મો હપ્તા દ્વારા લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ૧૮મો હપ્તો જાહેર થયા બાદ આ યોજના હેઠળ કુલ રૂ. ૩.૪૫ લાખ કરોડ બહાર પાડવામાં આવશે.
પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે સરકારે યોગ્ય માપદંડો બનાવ્યા છે. માત્ર ૨ હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે. જો તમે પણ તમારી યોગ્યતા ચકાસવા માંગો છો, તો ભ્પ્ કિસાનની વેબસાઈટ પર જાઓ અને લાભાર્થીની યાદીની લિંક ખોલો. અહીં તમે તમારા રાજય, જિલ્લા, બ્લોક અને ગામ વિશેની માહિતી આપીને અને ‘ગેટ રિપોર્ટ' પર ક્લિક કરીને સૂચિ જોઈ શકો છો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
