<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

મુકેશ અંબાણીએ રૂ.૧,૩૬,૧૨,૯૧,૬૭,૦૦૦ ગુમાવ્‍યાઃ ગૌતમ અદાણી $૧૦૦ બિલિયન ક્‍લબમાંથી બહાર

સ્‍થાનિક શેરબજારમાં આ સપ્‍તાહે પાંચેય દિવસ ઘટાડો નોંધાયો

નવી દિલ્‍હીઃ આ સમગ્ર સપ્તાહે સ્‍થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્‍સેક્‍સમાં ૪,૦૦૦ પોઈન્‍ટથી વધુનો ઘટાડો થયો હતો અને રોકાણકારોને રૂ.૧૬ લાખ કરોડનું નુકસાન થયું હતું. શુક્રવારના ઘટાડાને કારણે દેશના સૌથી ધનિક વ્‍યક્‍તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં $૧.૬૨ બિલિયન એટલે કે લગભગ ૧૩,૬૧૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે તેમની કુલ સંપત્તિ ઘટીને ઼૧૦૫ બિલિયન થઈ ગઈ છે. દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૪મા ક્રમે અને એશિયામાં પ્રથમ સ્‍થાને છે. આ વર્ષે તેની નેટવર્થ $૮.૯૩ બિલિયન વધી છે.

દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી $૧૦૦ બિલિયનની ક્‍લબમાંથી બહાર થઈ ગયા છે. શુક્રવારે તેમની નેટવર્થમાં $૯૪૨ મિલિયનનો ઘટાડો થયો અને ગૌતમ અદાણી ૧૮મા સ્‍થાને સરકી ગયા. આ સાથે તેમની કુલ સંપત્તિ ઘટીને $૯૯.૫ બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ ઼૧૫.૨ બિલિયન વધી છે. વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટના સ્‍થાપક વોલ્‍ટન પરિવારના ત્રણ સભ્‍યોની નેટવર્થ હવે અદાણી કરતા વધુ છે. તેમાં જિમ વોલ્‍ટન (઼૧૦૩ બિલિયન), રોબ વોલ્‍ટન (઼૧૦૦ બિલિયન) અને એલિસ વોલ્‍ટન ($૧૦૦ બિલિયન)નો સમાવેશ થાય છે.

શુક્રવારે અમેરિકન શેરબજારમાં જોરદાર વળદ્ધિ જોવા મળી હતી. આ કારણે ત્‍યાંના અમીરોની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો. વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલોન મસ્‍કની નેટવર્થમાં સૌથી વધુ $૬.૭૩ બિલિયનનો વધારો થયો છે. તે $૨૬૩ બિલિયનની નેટવર્થ સાથે નંબર વન પર યથાવત છે.

માર્ક ઝકરબર્ગ $૨૧૧ બિલિયનની નેટવર્થ સાથે બીજા સ્‍થાને છે અને જેફ બેઝોસ ($૨૦૯ બિલિયન) ત્રીજા સ્‍થાને છે. બર્નાર્ડ આર્નોલ્‍ટ ($૧૯૩ બિલિયન) ચોથા, લેરી એલિસન (઼૧૮૩ બિલિયન) પાંચમા, બિલ ગેટ્‍સ ($૧૬૧ બિલિયન) છઠ્ઠા, લેરી પેજ ($૧૫૧ બિલિયન) સાતમા, વોરેન બફે ($૧૪૬ બિલિયન) આઠમા, સ્‍ટીવ બાલ્‍મર ($૧૪૫ બિલિયન) નવમા અને સર્ગેઈ બ્રિન ($૧૪૨ બિલિયન) દસમા સ્‍થાને છે.

(11:49 AM IST)