<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ત્રાસવાદી ફંડિંગ : NIA -ATSના પ રાજયોના ૨૨ સ્‍થળ સામૂહિક દરોડા

 

નવી દિલ્‍હી, તા.૫: NIAએ જમ્‍મુ-કાશ્‍મીર અને મહારાષ્‍ટ્રમાં રાષ્‍ટ્રવિરોધી ગતિવિધિઓ માટે ફંડિંગને લઈને દરોડા પાડ્‍યા છે. દરોડા બાદ NIAએ ૪ શંકાસ્‍પદ લોકોની અટકાયત કરી હતી. આ ચારેય શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ ચારેય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્‍મદ સાથે સંબંધ ધરાવે છે.

NIAએ ૫ રાજ્‍યોમાં ૨૨ જગ્‍યાએ આતંકવાદી ફંડિંગના સંબંધમાં કેસ નોંધ્‍યો હતો. આ બાબતે દરોડા પાડવામાં આવ્‍યા છે. NIAએ ઉત્તર કાશ્‍મીરના બારામુલા જિલ્લામાં દરોડા પાડ્‍યા હતા. બારામુલ્લામાં ઈકબાલ ભટના રહેણાંક મકાન પર આ દરોડો પાડવામાં આવ્‍યો હતો. કાશ્‍મીરમાં કેટલાક અન્‍ય સ્‍થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે NIAઅને ATSના સંયુક્‍ત ઓપરેશનમાં મહારાષ્‍ટ્રના જાલના, ઔરંગાબાદ અને માલેગાંવમાંથી ૪ શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે. ચારેય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્‍મદ સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

જમ્‍મુ-કાશ્‍મીર અને મહારાષ્‍ટ્રની સાથે રાજધાની દિલ્‍હી, ઉત્તર પ્રદેશ અને આસામમાં પણ NIAના દરોડા ચાલુ છે. આ દરોડો જૈશ-એ-મોહમ્‍મદ આતંકવાદી સંગઠનના ટેરર ફંડિંગને લઈને કરવામાં આવી રહ્યો છે. આ પહેલા નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)એ પશ્‍ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત ૧૨ સ્‍થળો પર દરોડા પાડ્‍યા હતા. NIAનો આ દરોડો માઓવાદીઓના ઠેકાણાઓ સાથે સંબંધિત હતો

(2:48 PM IST)