<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ભાજપ અત્‍યારથી અપક્ષોનો સંપર્ક કરવા લાગ્‍યુઃ પીડીપી-રશીદની પાર્ટી સાથે અંદરખાને ગોઠવણની તૈયારી

જમ્‍મુ-કાશ્‍મીર ચૂંટણી

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. પ :.. ભાજપ પોતાના મિશન કાશ્‍મીરને પુરૂ કરવા માટે રાજયમાં સરકાર બનાવવા શામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરવા ઉતાવળી છે. મિશનને સફળતાના માર્ગ ઉપર લઇ જવા તે અપક્ષ ઉમેદવારોનો ભાજપ સંપર્ક કરવા લાગ્‍યું છે. જેની જીતની શકયતા છે. અંદરખાને પીડીપી અને એન્‍જીનીયર રશીદની પાર્ટીનો પણ સંપર્ક સાધેલો છે.

ગત ચૂંટણીમાં ભાજપે રપ બેઠકો જીતી અને પીડીપી સાથે મળીને સરકાર બનાવવામાં મુખ્‍ય ભૂમિકા ભજવનાર રાષ્‍ટ્રીય મહાસચિવ રામ માધવને આ વખતે પણ સરકાર બનાવવાની જવાબદારી સોંપી છે. તેઓ આજે ભાજપના એક ડઝન વરિષ્‍ઠ નેતાઓને લઇને દિલ્‍હી જવાના છે. ઉપરાંત જેના સમર્થનથી સરકાર બનાવવાની યોજના છે તે નેતાઓને પણ આમંત્રણ અપાયું છે.

જમ્‍મુ - કાશ્‍મીરમાં મતદાન પૂર્ણ થઇ ચૂકયું છે અને રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે. જયારે પીડીપી અને એન્‍જીનીયર રશીદની પાર્ટી પોતાને કીંગમેકર તરીકે દર્શાવી અને તેમના વગર સરકારની બની શકેનું જણાવી રહી છે.

આ તમામ દાવાઓનું પરિણામ ૮ મીએ મતગણતરીના દિવસે જોવા મળશે.

(2:35 PM IST)