News of Saturday, 5th October 2024
ભારતીય સેનાના રક્ષક તનોટ માતાજી
લડાઇ વખતે પાકિસ્તાને હજારો બોમ્બ અને ગોળા છોડયા, પણ એકેય ફૂટયા નહીં

તાનોટ માતાજી તા. પઃ ભારતીય સેનાના રક્ષક તાનોટ માતાજીનું મંદિર જેસલમેરથી ૧૩૦ કિલોમીટર દૂર છે. તનોટ ગામમાં આ માતાજી છે.
મામડિયા ચારણની દિકરી આવડને તાનોટ માતાજી તરીકે પૂજાય છે. તે હીંગળાજ માતાજીનો અવતાર ગણાય છે. જેનું પ્રસિદ્ધ મંદિર બલુચિસ્તાન (પાક) માં આવેલું છે. ભારતમાં નરેશ તુણુરાવે ૮ર૮ માં તનોટનું મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરી હતી. ભાટી અને જેસલમેર પાડોશી ક્ષેત્રોના લોકો તનોટ માતાજીની પૂજા કરે છે. માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૬પ માં યુદ્ધ થયું. તેમાં પાકિસ્તાન સૈનિકોએ તનોટ મંદિર પર ઘણાં બોમ્બ ફેંકયા હતાં. પણ એકેય બોમ્બ ફૂટયો ન હતાં. ત્યારથી સીમા સુરક્ષા દળના આ મંદિર પર ઘણી શ્રધ્ધા રાખે છે.
મંદિરના પૂજારીએ મંદિરના ઈતિહાસ વિશે જાણકારી આપતા કહ્યું છે કે, ઘણાં વર્ષો પહેલા મામડિયા ચારણ નામનો એક ચારણ હતો. તેને દિકરા દિકરી ન હતાં આથી તેણે સાત વખત હીંગળાજ માતાની પદયાત્રા કરી. એક રાતે જયારે તે ચારણ (ગઢવી) ના સપનામાં આવી માતાએ પુછયું કે તારે શું જોઇએ છે. દિકરો કે દિકરી? ત્યારે ચારણે જવાબ આપ્યો કે માતા તમે જ મારી ઘેરે જન્મ લો તો સારૂં, હીંગળાજ માતાની કૃપાથી એ ચારણને ઘેરે સાત દિકરી અને એક દિકરાનો જન્મ થયો. જેમાંથી એક આવડમાં હતી.
૧૯૬પ અને ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન તરફથી ત્રણ હજાર બોમ્બ અને ૪પ૦ ગોળા આ મંદિર પર ફેંકયા હતાં પરંતુ તેમાંથી એકપણ બોમ્બ કે ગોળો ફૂટયા ન હતાં. (હેમેન ભટ્ટ)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
