News of Saturday, 5th October 2024
પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ નરસિમ્હાનંદના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં હંગામો : ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો : 21 પોલીસકર્મી ઘાયલ : 10 પોલીસ વાનને નુકસાન
1200 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો , પોલીસે તેમાંથી 26ની ઓળખ કરી લીધી : ગાઝિયાબાદ સ્થિત હિંદુ સંત યતિ નરસિમ્હાનંદ મહારાજ તેમની પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી બદલ બાદમાં કેસ નોંધવામાં આવ્યો

નવી દિલ્હી તા.૫ : પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ નરસિમ્હાનંદનું નિવેદન અમરાવતીમાં સંત યતિ નરસિમ્હાનંદની પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીને લઈને હોબાળો થયો છે. ટોળાએ યેતી સામે કેસ નોંધવાની માગણી કરતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અધિકારીએ કહ્યું કે 1200 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેમાંથી 26ની ઓળખ કરી લીધી છે.
પથ્થરમારાની ઘટનામાં 10 પોલીસ વાનને નુકસાન થયું હતું.પોલીસે આ મામલે 1200 લોકો સામે કેસ નોંધ્યો છે.
. હિંદુ સંત યતિ નરસિમ્હાનંદની પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રના અમરાવતીમાં હોબાળો થયો છે. ટોળાએ યેતી સામે કેસ નોંધવાની માગણી કરતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી
પોલીસે જણાવ્યું કે, ગાઝિયાબાદ સ્થિત હિંદુ સંત યતિ નરસિમ્હાનંદ મહારાજ વિરુદ્ધ તેમની પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી બદલ બાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અમરાવતી શહેરના નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનની બહાર શુક્રવારે રાત્રે થયેલા પથ્થરમારાની ઘટનામાં ઓછામાં ઓછી 10 પોલીસ વાનને નુકસાન થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
