News of Saturday, 5th October 2024
મૃત વ્યક્તિના ફ્રીઝ કરાયેલ વીર્ય તેના માતા-પિતાને સોંપવામાં આવે, જેથી તેઓ સરોગસી મધર દ્વારા બાળક મેળવી શકે: દિલ્હી હાઈકોર્ટઃ
ફ્રોઝન સ્પર્મ, રિલીઝ નહી કરવા અંગે કોઈ કાયદો નથી અને આઈસીએમઆર ગાઈડલાઈન્સ અને સરોગસી એક્ટ પણ આ મુદ્દે મૌન છે: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટઃ દિલ્હી હાઈકોર્ટે 'સરોગસી'ને લઈને મોટો ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં દિલ્હીની, સર ગંગારામ હોસ્પિટલમાં એક મૃત વ્યક્તિના વીર્ય ફ્રીઝ કરી સાચવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે મૃત વ્યક્તિના ફ્રીઝ કરાયેલ વીર્ય તેના માતા-પિતાને સોંપવામાં આવે, જેથી તેઓ સરોગસી મધર દ્વારા બાળક મેળવી શકે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો શુક્રાણુ - સ્પમૅ અથવા એગના માલિકની સંમતિ લેવામાં આવે તો તેના મૃત્યુ પછી પણ બાળક પેદા કરવા પર કોઈ પ્રતિબંધ નથી. કોર્ટે આ નિર્ણય મૃતકના પિતાની અપીલ પર આપ્યો છે. સમગ્ર મામલો લગભગ ૫ વર્ષ જૂનો છે.
વાસ્તવમાં, મૃતકના પિતા વીર્ય બેંકમાંથી તેમના પુત્રના વીર્ય પરત મેળવવા માંગતા હતા જેથી તેઓ તેમના વંશને આગળ વધતો જોઈ શકે.
ન્યાયાધીશે કહ્યું કે ઘણા દાદા-દાદી, માતાપિતાના મૃત્યુ પછી તેમના પૌત્રોનો ઉછેર કરે છે અને આ એક સામાન્ય પ્રથા છે.
હાઈકોર્ટે નવેમ્બર ૨૦૨૨માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં હોસ્પિટલમાંથી મૃત વ્યક્તિના વીર્ય મુક્ત કરવા માટેની માગણી કરતી અરજી પર જવાબ માંગવામાં આવ્યો હતો. આ અરજી મૃતકના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેન્સરને કારણે મૃત્યુ પામેલા તેમના પુત્રના ફ્રીઝ કરાયેલા વીર્યને સર ગંગારામ હોસ્પિટલની લેબમાંથી મુક્ત કરવામાં આવે.
મૃતકના માતા-પિતાએ હોસ્પિટલનો સંપર્ક કર્યો પરંતુ હોસ્પિટલે એમ કહીને ના પાડી દીધી કે તેમની પાસે તેમને મુક્ત કરવાનો કોઈ સરકારી આદેશ નથી અને તેઓ કોર્ટના આદેશ પર જ તેમને મુક્ત કરી શકે છે.
આ પહેલા કોર્ટે દિલ્હી સરકાર અને સર ગંગારામ હોસ્પિટલને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટે હોસ્પિટલને સરોગસી માટે મૃતકના ફ્રીઝ કરાયેલા વીર્ય તેના માતા-પિતાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ફ્રોઝન સ્પર્મ, રિલીઝ નહી કરવા અંગે કોઈ કાયદો નથી અને આઈસીએમઆર ગાઈડલાઈન્સ અને સરોગસી એક્ટ પણ આ મુદ્દે મૌન છે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય પ્રત્યે સરકારનું વલણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
