<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ઈઝરાયે-ઈરાન વચ્ચે યુદ્ધ થશે તો ભારતને કેટલું થઈ શકે નુકસાન ?

ભારતના વેપારને ફટકો પડશે. કઈ વસ્તુની નિકાસને માઠીઅસર થશે અને કઈ વાતું થશે મોંઘી ?

ઈરાને ઈઝરાયેલ સાથે યુદ્ધમાં કોઈ રીતે પીછેહઠ નહીં કરવાની જાહેરાત કરી છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું છે કે જરૂર પડશે તો ઈઝરાયેલ પર ફરી વખત હુમલો કરવામાં આવશે.

આયાતુલ્લા અલી ખામેનેઈએ 7, ઓક્ટોબર,2023ના રોજ ઈઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલ હુમલાને યોગ્ય ગણાવ્યો હતો. દરમિયાન હવે જ્યારે બન્ને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે ત્યારે તેની ભારત પર શું અસર થશે તે જાણવું જરૂરી છે.

ભારત અને ઈરાન વચ્ચે પ્રાચીન સમયથી વ્યાપારીક સંબંધ છે. ભારત મોટાપાયે ઈરાનને બાસમતી ચોખા અને ચાની નિકાસ કરે છે. સરકારી આંકડા પ્રમાણે ભારતે વર્ષ 2023-24માં ઈરાનને 680 મિલિયન ડોલરના બાસમતી ચોખાની નિકાસ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ ઉત્પાદિત બાસમતી ચોખાનો કુલ 19 ટકા હિસ્સો ઈરાનમાં નિકાસ કરવામાં આવે છે. જો યુદ્ધ થશે તો ચોખાની નિકાસ પર અસર થશે.

એવી જ રીતે વર્ષ 2023-24માં ઈરાનને 32 મિલિયન ડોલરની ચા નિકાસ કરી હતી. જ્યારે ઈરાનમાંથી ભારત સનફ્લાવર ઓઈલની આયાત કરે છે. જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધશે તો ભારતમાં સનફ્લાવર ઓઈલ મોંઘુ થશે.

(12:15 AM IST)