<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ઇન્ડિયા ટુડે ના એકઝિટ પોલ મુજબ કાશ્મીર ખીણમાં ભાજપને એક પણ બેઠક મળશે નહીં: ડિપોઝિટ જશે: જમ્મુમાં ભાજપને ક્લીન સ્વીપ છતાં સરકાર બનાવી શકશે નહીં: કાશ્મીરમાં ભાજપનો વોટ શેર માત્ર ૩ ટકા?

સરકાર રચવામાં થોડી ખેંચતાણ થઈ શકે છે, અથવા ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે: સરકાર પાંચ સભ્યોની નિમણૂક કરી શકે છે: તેની શું અસર થશે?

એક્ઝિટ પોલ અનુસાર હરિયાણામાં કોંગ્રેસને ભારે બહુમતી મળે છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાના એનસી પક્ષના જોડાણનો હાથ ઉપર છે.

દરમિયાન ઇન્ડિયા  ટુડેના એક્ઝિટ પોલ મુજબ કાશ્મીર ખીણમાં ભાજપ માત્ર ૩% વોટ શેર સાથે શૂન્ય બેઠકો જીતશે.

 ભાજપ : ૦

 એન સી + કોંગ્રેસ : ૨૯ થી ૩૩

 પીડીપી : ૬-૧૦

 અન્ય: ૬-૧૦

આ એક્ઝિટ પોલ મુજબ તો કાશ્મીરમાં ભાજપના તમામ ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે.

ભાજપ દ્વારા આટ આટલા વિકાસના કામો કરવા છતાં કાશ્મીર ભાજપને સંપૂર્ણપણે નકારી કાઢે છે.

જમ્મુમાં ક્લીન સ્વીપ કરવા છતાં ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી શકશે નહીં ઇન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ કહે છે...

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ ૯૦ બેઠક છે, એટલે બહુમતી માટે ૪૬ બેઠકો જોઈએ. જો કે. સરકાર પાંચ સભ્યોની નિમણૂક કરશે એટલે રસાકસી વખતે શું થાય તે જોવું રહ્યું. આમ છતાં એક્ઝિટ પોલમાં ચોખ્ખી  બહુમતી દર્શાવવામાં આવી નથી જેના કારણે સરકાર રચવામાં થોડી ખેંચતાણ થઈ શકે છે, અથવા ત્રિશંકુ વિધાનસભા ની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ થોડો અલગ અંદાજ આપે છે.  તે સૂચવે છે કે કોંગ્રેસ-એનસી ગઠબંધન ૩૫-૪૦ બેઠકો સાથે આગળ છે, પરંતુ બહુમતીની કોઈ શક્યતા નથી.  તેમાં બીજેપીને ૨૦-૨૫ સીટો મળવાની ધારણા છે. 

મહેબૂબા મુફતીનો પીડીપી પક્ષ ૪-૭ બેઠકો જીતવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો સાથે મળીને ૧૨-૧૬ બેઠકો મેળવી શકે છે, જે તેમને ચૂંટણી પછીના કોઈપણ જોડાણમાં નોંધપાત્ર લાભ આપી શકે છે.

 ભાજપ: ૨૦-૨૫

 કોંગ્રેસ-ફારુક નો નેશનલ કોન્ફરન્સ-એનસી:   ૩૫-૪૦

 મહેબૂબાનો પીડીપી પક્ષ ૪-૭

 અન્ય: ૧૨-૧૬

 

એક્સિસ - માય ઇન્જડિયાનો જમ્મુ અને કાશ્મીર ચૂંટણી માટેના એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન આગળ છે, જો કે, આ ગઠબંધન હજુ પણ બહુમતી મેળવવામાં પાછું પડે છે.  ભાજપ પણ પરિણામોને પ્રભાવિત કરવા માટે ગઠબંધન પણ કરી શકે છે.

 

 ભાજપ: ૨૪-૩૪

 કોંગ્રેસ-એનસી: ૩૫-૪૫

 પી ડી પી: ૪-૬

 અન્ય: ૮-૨૩

(10:20 PM IST)