News of Sunday, 6th October 2024
બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના: ૨૪ કલાકમાં દક્ષિણ પંજાબ અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદની શક્યતા: દક્ષિણ ભારતમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની શક્યતા મુંબઈમાં પણ હળવો વરસાદ પડશે: સ્કાયમેટનો વર્તારો

પહાડી વિસ્તારો ઉપર એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાન પર પ્રતિકૂળ ચક્રવાતી પવનોનો વિસ્તાર રચાયો છે, જેના કારણે ચોમાસું ટૂંક સમયમાં બીજા ઘણા વિસ્તારોમાંથી વિદાય લેશે જેમ સ્કાયમેટનો લેટેસ્ટ વર્તારો જણાવે છે.
પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, તેની અસરને કારણે બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બિહાર અને ઝારખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને એક-બે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. તેની અસર પૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદના રૂપમાં જોવા મળશે. 24 કલાક પછી દક્ષિણ પંજાબ અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અથવા તોફાન થઈ શકે છે. દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય રહેશે અને ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
શનિવારે રાત્રે ૧૨.૧૫ આસપાસની લેટેસ્ટ ઇન્સેટ ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીર..
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
