<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં ભીષણ આગઃ એક પરિવાર ૭ લોકોના જીવતો ભૂંજાયા : 45 લોકો દાઝી

ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

મુંબઇઃ મહારાષ્ટ્રના મુંબઈ માં ગોરેગાંવ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7 ના મોત થયા હતા. આગ (Fire) ની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી તે મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. સાથે જ સ્થળ પર અરાજકતાનો માહોલ છે. રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. સાથે જ આગને વહેલી તકે ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

(11:37 AM IST)