News of Sunday, 6th October 2024
દિલ્હી શાહદરા વિસ્તારમાં રામનું પાત્ર ભજવતા કલાકારને આવ્યો હાર્ટએટેકઃ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો
વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો

નવી દિલ્હીઃ : શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા ને અચાનક છાતીમાં દુ:ખાવો થયો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત(Death) જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.
સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને યોગ્ય રીતે ડાયલોગ્સ બોલી રહ્યો છે. રામલીલામાં આ સમય દરમિયાન ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ તે દરમિયાન તેમને તેમના હૃદયમાં દુખાવો થાય છે અને તેઓ તેમના હૃદય પર હાથ રાખે છે. અચાનક તે સ્ટેજ પરથી પાછો ફરે છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
