News of Sunday, 6th October 2024
અંતરિક્ષમાં ઉઠશે ભયાનક તોફાન, પૃથ્વી સાથે પણ ટકરાવાની શક્યતા, ભારત પર કેવી અસર થશે ?

અમેરિકન સાયન્ટિસ્ટોએ ચેતવણી જારી કરી છે કે ધસમસતું આવી રહેલ મોટું સૌર - સૂર્ય ઉર્જાનું તોફાન, પૃથ્વીથી સાથે ટકરાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં નાસાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રોનિક સંચારને પ્રભાવિત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, સૌર તોફાન એ સૂર્યમાં સર્જાતા અચાનક તોફાનનું પરિણામ છે. આ સૂર્ય ઉર્જાનું તોફાન આગળ વધી રહ્યું હોય આગામી થોડા દિવસો પૃથ્વી માટે મહત્વપૂર્ણ છે
આવનારુ સૌર તોફાન દૂરસંચાર અને ઉપગ્રહોને અવરોધિત કરી શકે છે. ભારતીય વિજ્ઞાનીઓની પણ આ તોફાન પર નજર છે. ISROના વિજ્ઞાનીઓએ કહ્યું કે અમે ભારતીય ઉપગ્રહ ઓપરેટરોને તમામ સાવધાની રાખવા માટે સાવધ કરી દીધા છે. આગામી થોડા દિવસો પૃથ્વી માટે મહત્વપૂર્ણ છે કારણ કે તોફાન નીલા ગ્રહ તરફ વધી રહ્યું છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના ડાયરેક્ટર ડો. સુબ્રમણ્યને જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં એક સૌર તોફાન ભડકી ઉઠ્યું હતું. તે મે મહિનાના ભડકેલા તોફાન જેટલું જ શક્તિશાળી છે. તેથી અમે મેગ્નેટોસ્ફિયરમાં અમુક પ્રકારની દખલગીરીની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ અમે રાહ જોઈશું અને જોવા માગીશું, કારણ કે તેને પૃથ્વી સાથે ટકરાતા થોડા દિવસો લાગે છે.
શક્તિશાળી સૌર તોફાન જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મોટી ગડબડ ઉત્પન્ન કરી શકે છે. તેને જીઓમેગ્નેટિક સ્ટોર્મ કહેવામાં આવે છે. તે રેડિયો બ્લેકઆઉટ, પાવર આઉટરેજ અને ઓરોરા જેવી અસરો પેદા કરી શકે છે.
જોકે, તે પૃથ્વી પર કોઈને પણ સીધું નુકસાન નથી પહોંચાડતા, કારણ કે ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર અને વાયુમંડળ આપણને આ તોફાનથી સુરક્ષિત કરે છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
