<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ન્યુઝફર્સ્ટ કહે છે:જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બહુમતી માર્ક ૪૬ નહિ ૪૮ ! લેફ્ટનન્ટ ગવર્નર પાંચ સભ્યોની નિમણૂક કરશે: વિધાનસભાની સભ્ય સંખ્યા ૯૦ ને બદલે ૯૫ થઈ જશે: સરકાર રચવા સમયે ભાજપને આ ૫ ધારાસભ્યના પ્રારંભ સાથે મોટો ફાયદો: ત્રિશંકુ વિધાનસભા સમયે ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થશે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બહુમતી માર્ક ૪૬ નહિ ૪૮ છે. 

કારણકે નવી વ્યવસ્થા મુજબ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પાંચ સભ્યોની નિયુક્તિ સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સંખ્યા હાલમાં ૯૦ છે તે વધીને ૯૫ થઈ જશે. 

દરમિયાન એક્ઝિટ પોલ મુજબ પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસના જોડાણ લગભગ લગોલગ રહેશે: ન્યુઝફર્સ્ટ

સરકાર નિયુક્ત આ પાંચ સભ્યો ચૂંટાયેલા ધારાસભ્યોની જેમ જ વિધાનસભામાં મતદાન કરવા સહિતના અધિકારો ધરાવે છે. 

આમ કટોકટીના સમયે આ પાંચ ધારાસભ્યો નવી સરકાર રચવામાં ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, સ્વાભાવિક ભાજપ સાથે જ આ સભ્યો રહેશે: 

(12:45 PM IST)