News of Sunday, 6th October 2024
સોલર કાર લોન્ચઃ સિંગલ ચાર્જ પર 330 કિમી સુધી જઈ શકે આ ટેક્સી
પુણે સ્થિત સ્ટાર્ટઅપ વેવે એક સોલર કાર લોન્ચ કરી છે જે એક વાર ચાર્જ પર 330 કિલોમીટર સુધી જઈ શકે

નવી દિલ્હી : પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વાહનો તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય બજારમાં કોઈ એવી કંપની છે જે સોલર કાર લઈને આવી છે? પુણે સ્થિત સ્ટાર્ટઅપ વેવ કોમર્શિયલ મોબિલિટીએ ભારતમાં બનેલી સોલાર કાર રજૂ કરી છે. તે સૂર્યપ્રકાશથી ચાર્જ કરીને ચાલી શકે છે.
આ વેવ CT5 સોલર કારને 2023 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. આ સોલર કારને ટેક્સી લાઇનઅપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે તે માત્ર સોલાર જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક કાર પણ છે જેને ચાર્જ કરી શકાય છે. આ કાર અંગે કંપનીનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જમાં 330 કિલોમીટરનું અંતર કાપી શકે છે. 500 લિટર બૂટ સ્પેસ સાથે આવતા આ વાહનને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે.
આ વાહનમાં લગાવેલી બેટરી ત્રણ વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટરની વોરંટી સાથે આવે છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ આ વાહનમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળના ભાગમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. કારમાં બેઠેલા પાંચેય મુસાફરો માટે સીટ બેલ્ટ પણ હશે. ખાસ વાત એ છે કે આ કાર ત્રણ પૈડા સાથે આવે છે.
આ કાર છ સેકન્ડમાં શૂન્યથી 40 સુધીની ઝડપ પકડી લે છે. આ કારને બે વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છેઃ 3.3kW અને 30kW. આ કાર 30kW વેરિઅન્ટ સાથે સંપૂર્ણ ચાર્જ થાય છે. આ વાહનની છત પર સોલાર પેનલ આપવામાં આવી છે.
કંપનીનું કહેવું છે કે છત પર લગાવવામાં આવેલી સોલર પેનલની મદદથી આ કાર એક વર્ષમાં 4,000 કિલોમીટર સુધી ફ્રીમાં ચાલી શકે છે. કારના અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં રિયર એસી વેન્ટ, લેપટોપ અને અન્ય ગેજેટ્સ માટે 220 વોટ ચાર્જિંગ સોકેટ, રિવર્સ કેમેરા, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કનેક્ટેડ કાર ફીચર્સ છે. તેમાં 500 લિટરની બૂટ સ્પેસ છે. પાંચ મુસાફરો માટે સીટ બેલ્ટ ઉપલબ્ધ છે. સાથે જ સુરક્ષા માટે ફ્રન્ટ ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
