<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કયા જોશ... કયા ફીટનેશ...હેમામાલિનીએ ૭૫ વર્ષની ઉંમરે ૨ કલાકની નૃત્‍યનાટિકા પ્રસ્‍તુત કરી : લોકો મંત્રમુગ્‍ધ

મા દુર્ગાના રૂપમાં હેમાજીએ અનેક અવતરોને મંચ પર સજીવ કર્યા

મથુરા, તા.૭: શારદીય નવરાત્રી ઉત્‍સવ ચાલી રહ્યો છે અને તે દરમિયાન મથુરામાં સાંસદ હેમા માલિનીએ દુર્ગા નળત્‍ય નાટક પર અદ્ભુત રજૂઆત કરી હતી. પ્રખ્‍યાત અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ મા દુર્ગાના અનેક અવતારોને સ્‍ટેજ પર જીવંત કર્યા. ૭૫ વર્ષની હેમા માલિનીએ પોતાના ડાન્‍સ અને એક્‍સપ્રેશનથી લોકોના દિલ જીતી લીધા હતા, હકીકતમાં, ડાન્‍સ ડ્રામાના સમગ્ર પરફોર્મન્‍સ દરમિયાન એવા ઘણા પ્રસંગો આવ્‍યા હતા જ્‍યારે માતાના રૂપમાં હેમા માલિનીના એક્‍સપ્રેશન જોઈને દર્શકો હસી પડ્‍યા હતા.

નવરાત્રિના અવસર પર, સાંસદ હેમા માલિનીએ રવિવારે ભગવાન કળષ્‍ણના જન્‍મસ્‍થળ મથુરામાં નાટય વિહાર કલા કેન્‍દ્ર, મુંબઈ વતી પંચજન્‍ય પ્રેક્ષાગ્રહમાં આ પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. દુર્ગા નળત્‍ય નાટક દુર્ગા સપ્તશતી પર આધારિત હતું. જેમાં હેમા માલિનીએ માતા સતી અને પાર્વતીના રૂપમાં અદ્ભુત રજૂઆત કરી હતી.

આશ્‍ચર્યજનક વાત એ છે કે હેમા માલિનીએ ૭૫ વર્ષની ઉંમરે આ નળત્‍ય નાટક રજૂ કર્યું હતું. ૨ કલાકના આ નળત્‍ય નાટકમાં સાંસદ હેમા માલિનીએ લગભગ દોઢ ડઝન સહકર્મીઓની ટીમ સાથે મા દુર્ગાના અનેક અવતારોને જીવંત કર્યા હતા.

નળત્‍ય નાટકની શરૂઆત શિવપ્રસતીની વાર્તાથી થઈ હતી, જેમાં પ્રેમ, ભક્‍તિ અને ક્રોધની ભાવનાઓ આબેહૂબ રીતે દર્શાવવામાં આવી હતી. પ્રેક્ષકો મા દુર્ગા અને ભગવાન શિવનો જયઘોષ કરતા રહ્યા. સ્‍ટેજ પર, તેણીએ દક્ષ વધ, શિવ તાંડવ, બમ લહરી, શિવ-પાર્વતી વિવાહ અને નમસ્‍તેયની અદભૂત રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા.

આ પહેલા શનિવારે ઓમેક્‍સ સ્‍થિત તેમના નિવાસસ્‍થાને હેમા માલિનીએ પત્રકારોને કહ્યું હતું કે બ્રજભૂમિ ઉજવણીની ભૂમિ છે. આપણી સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપતા સાંસ્‍કળતિક કાર્યક્રમોની સતત શ્રેણી અહીં ચાલુ રહેવી જોઈએ. આ હેતુસર સરકાર દ્વારા તમામ સુવિધાઓ સાથે પંચજન્‍ય ઓપન સ્‍પેસ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.

નળત્‍ય નાટકમાં હેમા માલિનીના પરફોર્મન્‍સને જોવા માટે લોકસભા સ્‍પીકર ઓમ બિરલા પણ પહોંચ્‍યા હતા. બીજેપીના અન્‍ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્‍યામાં દર્શકો હાજર રહ્યા હતા, જેમણે ચીયર સાથે સમગ્ર ટીમનું મનોબળ વધાર્યું હતું.

(10:17 AM IST)