<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

છોકરીએ ભોજનમાં ઝેર ભેળવી પરિવારના ૧૩ સભ્‍યોને મોતને ઘાટ ઉતાર્યા

પાકિસ્‍તાનનો હચમચાવતો કિસ્‍સો યુવતીના પરિવારના સભ્‍યો તેની પસંદગી અનુસાર લગ્ન કરાવવા તૈયાર ન થતાં તેણે આ પગલું ભર્યુ

કરાંચી, તા.૭: પાકિસ્‍તાનના સિંધમાં રહેતી એક યુવતીએ પ્રેમી સાથે લગ્ન ન કરાવી આપતાં પોતાના જ પરિવારનો ખાતમો બોલાવી દેતાં ચકચાર મચ્‍યો છે. પોલીસે રવિવારે એક યુવતીની ધરપકડ કરી હતી. આ યુવતીએ પોતાના જ પરિવારના ૧૩ લોકોના ભોજનમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આરોપ છે.

યુવતીના પરિવારના સભ્‍યો તેની પસંદગી અનુસાર લગ્ન કરાવવા તૈયાર ન થતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્‍યું છે. સિંધ પ્રાંતના ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં ૧૯ ઓગસ્‍ટે પરિવારના ૧૩ સભ્‍યોના અચાનક મોત નીપજ્‍યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું કે, યુવતીએ પોતાના જ પ્રેમી સાથે મળી આ ઘટનાને અંજામ આપ્‍યો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારી ઈનાયત શાહે જણાવ્‍યું હતું કે, ભોજન લીધા બાદ પરિવારના તમામ ૧૩ સભ્‍યો બીમાર પડ્‍યા હતા. તમામને હોસ્‍પિટલ દાખલ કરવામાં આવ્‍યા હતાં. જ્‍યાં તમામના મોત નીપજ્‍યા હતા. પોસ્‍ટમોર્ટમ કરતાં જાણવા મળ્‍યું હતું કે, આ લોકોની મોત ઝેરી ભોજન લેવાથી થી હતી. પોલીસે ઉંડી તપાસ કરતાં જાણવા મળ્‍યું કે, તેમની જ દિકરીએ તેના પ્રેમી સાથે મળી રોટલી બનાવવામાં વપરાતા ઘઉંમાં ઝેર ભેળવી દીધુ હતું.

યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પરિવારને અનેક વખત સમજાવ્‍યો હોવા છતાં પરિવાર તેની પસંદના યુવક સાથે લગ્ન કરાવવા તૈયાર થયો ન હતો. જેથી પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમી સાથે મળી આ દર્દનાક કળત્‍યને અંજામ આપ્‍યો હતો

(4:22 PM IST)