ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સોનાના ભાવ નવી ઊંચાઈએ: દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 78,700: ચાંદીના સ્થિર વલણ
સોનાની કિંમતોમાં સતત તેજીની આગેકૂચ જારી: જ્વેલર્સ દ્વારા સતત ખરીદી કરવામાં આવતા તેમજ વિદેશી બજારોમાંથી મજબૂતીના સંકેતોને પગલે ભાવમાં ઉછાળો

મુંબઈ : સોનાની કિંમતોમાં સતત તેજીની આગેકૂચ જારી છે. જ્વેલર્સ દ્વારા સતત ખરીદી કરવામાં આવતા તેમ જ વિદેશી બજારોમાંથી મજબૂતીના સંકેતો મળતા સોમવારે એટલે કે સપ્તાહના પહેલા દિવસે સોનાની કિંમતમાં તેજી આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 250 વધીને રૂપિયા 78,700 થયા છે. આ સાથે જ તેના અગાઉના ઊંચી સપાટીનો રેકોર્ડ આજે તોડ્યો હતો. જોકે અન્ય એક કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં સામાન્ય સ્થિતિ હતી. દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 200 ગગડી રૂપિયા 94,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોડી રાત્રે ઘટાડો થયો હતો. ચાંદીનો ઔંસ દીઠ ભાવ 0.66 ડોલર એટલે કે 2.02 ટકા ગગડીને 31.58 ડોલર રહ્યા હતા. જ્યારે સોનું ઔંસદીઠ 8.41 ડોલર એટલે કે 0.32 ટકા ઘટીને 2,642.43 ડોલર રહ્યું હતું.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે. અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 92,000 રહ્યો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ 78,500 અને અમદાવાદ સોના (99.5) 10 ગ્રામનો ભાવ 78,300 રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
