<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

પીએમ મોદીએ કહ્યું-કોંગ્રેસ એક એવી પરોપજીવી પાર્ટી છે જે પોતાના જ સહયોગીઓને ગળી જાય છે

કોંગ્રેસ એવો દેશ બનાવવા માંગે છે જ્યાં લોકો પોતાના વારસાને નફરત કરે. દેશવાસીઓ જેના પર ગર્વ કરે છે તેને તેઓ કલંકિત કરવા માંગે છે

નવી દિલ્હી : વડાપ્રધાન  મોદીએ કહ્યું કે કોંગ્રેસ એક એવી પરોપજીવી પાર્ટી છે જે પોતાના જ સહયોગીઓને ગળી જાય છે. કોંગ્રેસ એવો દેશ બનાવવા માંગે છે જ્યાં લોકો પોતાના વારસાને નફરત કરે. દેશવાસીઓ જેના પર ગર્વ કરે છે તેને તેઓ કલંકિત કરવા માંગે છે. ચૂંટણી પંચ હોય, દેશની સેના હોય, ન્યાયતંત્ર હોય. કોંગ્રેસ દરેક સંસ્થાને કલંકિત કરવા માંગે છે. લોકસભા ચૂંટણી પહેલા પણ આ લોકોએ હોબાળો મચાવ્યો હતો. તેમના શહેરી નક્સલી સાથીઓ ચૂંટણી પંચની બંધારણીય નિષ્પક્ષતાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આજે પણ કોંગ્રેસે દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.


 

(11:12 PM IST)