<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કલેકટર સહિતના તમામ અધિકારીઓ તથા પત્રકારને કાઉન્ટીંગ હોલમાં મોબાઇલ લઇ જવાની ચૂંટણી પંચની મનાઇઃ મોબાઇલ સાથે એન્ટ્રી મળશેઃ પત્રકારો માત્ર મીડીયા રૂમ સુધી મોબાઇલ લઇ જઇ શકશે રાજકોટ લોકસભા બેઠકની ૪ જુને ગણત્રી થશે : મતગણત્રી સંદર્ભે યોજાયેલ વીસીમાં ચૂંટણી પંચે કડક પણે સુચના આપી છે કે કાઉન્ટીંગ હોલમાં કલેકટર-એડી. કલેકટર કે અન્ય કોઇપણ અધિકારી મોબાઇલ નહિ લઇ જઇ શકે : પત્રકારોને પણ મનાઇ : હેન્ડ કેમેરાને મંજુરી-સ્ટેન્ડવાળા કેમેરા નહિ લઇ જઇ શકાયઃ મોબાઇલ સાથે ગણત્રી સ્થળની અંદર પ્રવેશ મળશે : પરંતુ પત્રકારો મોબાઇલ માત્ર મીડીયા રૂમ સુધી લઇ જઇ શકશે : આજે બેલેટ પેપરની ગણત્રી અંગે ૧પ૦ ના સ્ટાફને બપોર બાદ તાલીમ IST

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોક્કસ આગાહી કરી છે કે દક્ષિણ - પશ્ચિમ ચોમાસું 30 મે સુધીમાં કેરળમાં પહોંચશે, જે અગાઉની ધારણા કરતાં એક દિવસ વહેલું છે. બુધવારે જાહેર કરાયેલી આ સચોટ આગાહી સૂચવે છે કે આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસું શરૂ થવા માટે સ્થિતિ અનુકૂળ બની છે. કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યાં મંગળવારથી ભારે અને તૂટક તૂટક વરસાદના કારણે રાજ્યના ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબમાં ગયા છે. આ વરસાદની તીવ્રતા, અલપ્પુઝાના હરિપદ ખાતે બનેલી કમનસીબ ઘટના થકી સ્પષ્ટ થાય છે, જ્યાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો. અન્ય વિસ્તારોમાં પણ ઘરો અને કારોને નોંધપાત્ર નુકસાન થયું છે, જે આ પ્રિ-મોન્સૂન વરસાદની અસરને દર્શાવે છે. IST

લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ જશે. સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને, 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ લોકસભા ચૂંટણી 2024 નાં મતદાનનો ક્રમ સમાપ્ત થઈ જશે. 1 જૂને મતગણતરી બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. આમાં, દેશમાં આગામી સરકાર કોણ બનાવશે તેની આગાહી કરી શકાશે. આખો દેશ 4 જૂનની રાહ જોઈ રહ્યો છે, જ્યારે ફાઇનલ મતગણતરી થશે. સાતમા, અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. અહીં PM મોદીનો મુકાબલો કોંગ્રેસના અજય રાય સાથે છે. IST

આંતકવાદી હોય કે ખૂંખાર અપરાધી અમારા અદ્ભૂત કેમેરામાં કેદ થઇ જશે : અજય ચૌધરી : એક જ દિવસમાં આ અદ્ભૂત કેમેરા ૧૦ હજાર ચહેરા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી પોલીસ કંટ્રોલરૂમમાં અન્ય મહત્વના પુરાવા માટે ઉભા થયેલ તળાવમાં તળીયે... પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં સંગ્રહ કરાયો છે સામાન્ય માનવી હોય કે શકમંદ કે પછી કોઇ શકમંદ વાહન, વિદેશથી લોકસુરક્ષા માટે આયાત થયેલ કેમેરા કોઇની શેહશરમ વગર ભીડમાંથી ઓળખી કાઢવા સક્ષમ છે : અકિલા સાથે એકસકલુઝીવ પ્રોજેકટની વિગતો અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર વર્ણવે છે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય દિલ્હી દ્વારા જે પ્રોજેકટ પર બાજ નજર રાખવામાં આવે છે, તેની સુદ્રઢ વ્યવસ્થા માટે ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ વિગેરે મહત્વની જવાબદારી નિભાવે છે1:38 PM IST

ગેમ ઝોનમાં ભાણેજ અને પડોશીના બે સંતાનો ગૂમ થયાની વિજયએ ખોટી નોંધ કરાવી પોલીસને કામે લગાડી દીધી! : એક તરફ પોલીસ આગમાં લાપત્તા લોકોની ઓળખ મેળવવા મથતી હતી ત્‍યારે બીજી તરફ રસોઇયાએ ધંધે લગાડયા રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં અપરિણીત શખ્‍સનો ભાઇ નાગપુર ગયો હતોઃ પોતે ઘરે એકલો હોઇ ૨૮મીએ વિજય હોસ્‍પિટલના અન્‍નક્ષેત્રમાં જમીને આટાફેરા કરતો હતો ત્‍યારે પોલીસે શું કરવા આવ્‍યા? પુછતાં પોતાના ભાણેજ-પડોશીના છોકરા ગૂમ થયાની નોંધ કરાવી દીધી! એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ બી.એમ. ઝણકાટે ગંભીરતાથી તપાસ શરૂ કરતાં વિજયનું નાટક ઉઘાડુ પડતાં ગુનો નોંધાયો પોતે કારખાનામાં કામ કરે છે એવું કહેતાં પોલીસ ત્‍યાં તપાસમાં ગઇ તો ખબર પડી કે એક વર્ષથી કામે જ ગયો નથીઃ હાલમાં હોટેલમાં રસોઇ કામ કરે છે! વળી તપાસમાં એ પણ ખુલ્‍યું કે વિજયને કોઇ ભાણેજ પણ નથીઃ ધરપકડ બાદ ભુલ થઇ ગયાનું કહી પોક મુકીઃ જામીન પર મુક્‍ત કરાયો2:41 PM IST