<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

આ જનાદેશ દર્શાવે છે કે કાશ્‍મીરીઓ ૩૭૦ હટાવવાથી ખુશ નથીઃ ઓમર અબ્‍દુલ્લા

જમ્‍મુ તા. ૯: જમ્‍મુ કાશ્‍મીર વિધાનસભા ચુંટણીમાં કાશ્‍મીરમાં ભાજપાનું ખાતું ના ખુલવું અને નેશનલ કોન્‍ફરન્‍સને સૌથી વધુ બેઠકો મળ્‍યા પછી મોટા ભાગના કાશ્‍મીરી નેતાઓનું કહેવું છે કે કાશ્‍મીરી લોકો કેન્‍દ્ર સરકારના પ ઓગસ્‍ટ ર૦૧૯ના એ નિર્ણયથી નારાજ છે જેણે તેમનો વિશેષાધિકાર છીનવી લીધો હતો અને રાજયને બે ભાગમાં વહેંચવાની સાથે તેનો રાજયનો દરજજો પણ છીનવી લીધો હતો.

વિધાનસભા ચુંટણીમાં મળેલ જીત પર આભાર વ્‍યકત કરતા ઉંમર અબ્‍દુલ્લાએ કહ્યું કે જમ્‍મુ-કાશ્‍મીરની જનતાએ બતાવી દીધું છે કે તે કલમ ૩૭૦ ખતમ કરવાના નિર્ણયથી ખુશ નથી. લોકોએ અમને આશાથી પણ વધારે બેઠકો આપી છે.

ચુંટણીના પરિણામો પર પ્રતિભાવ આપતા પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીએ કહ્યું કે લોકોએ એક સ્‍થિર સરકારની આશા રાખી હતી. એટલે તેમણે નેશનલ કોન્‍ફરન્‍સ-કોંગ્રેસને મત આપ્‍યા જેથી ભાજપાને દૂર રાખી શકાય. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ અને નેશનલ કોન્‍ફરન્‍સની નેતાગીરીને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવું છું. હું જમ્‍મુ-કાશ્‍મીરના લોકોને પણ સ્‍થિર સરકાર માટે મતદાન કરવા બદલ અભિનંદન પાઠવું છું.

(2:30 PM IST)