<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

૧૦૦ ચોમાસા જોઇ ચૂકેલા યુવાન હરિનારાયણસિંહ નિયમિત કોર્ટ જાય છે

જો અમે આપને એમ કહીએ કે ૧૦૧ વર્ષના વયોવૃધ્‍ધ, જેમનું નામ હરિનારાયણ સિંહ છે, તેઓ વૃધ્‍ધ નહી પણ યુવાન છે. તો તમને પણ આશ્ચર્ય થશે. જો કે તે ખરેખર સત્‍ય છે કે ૧૦૧ વર્ષની ઉંમરે પણ કોર્ટમાં જાય છે અને કેસ પણ લડે છે તેઓ ફીટ એન્‍ડ ફાઇન છે. સ્‍વસ્‍થ છે, અને ૬૩ સભ્‍યોના પરિવારની દેખરેખ રાખે છે.

સાસારામ જીલ્લાના ગોૈરક્ષણી ગામના  નિવાસી દેશના સૌથી અસીલો માટે જવાબ, દલીલ અને અન્‍ય કાગળો તૈયાર કરે છે. તેમનો વકીલ અત્‍યારે કાર્યરત નથી. બે વર્ષ પહેલા પટણા હાઇકોર્ટના સુવર્ણ જયંતિ સમારોહમાં તેઓ સૌથી વધુ વયના વકીલ તરીકે સન્‍માનિત થઇ ચૂકયા છે.

આજે પણ સવારે ચાર વાગ્‍યે ઉઠી જાય છે અને સાડા ચાર વાગ્‍યે ચાલવા નીકળી જાય છે. લગભગ એક કલાક નિયમીત ચાલે છે. સવારે ૭ વાગ્‍યે ઓફીસમાં બેસીને કામ શરૂ કરી દે છે. ૧૦ વાગ્‍યે કોર્ટ માટે નીકળી જાય છે. અને સાંજે ૪ વાગ્‍યે પાછા આવે છે તેઓ ચશ્‍મા વગર પણ વાંચી શકે છે. અને શ્રવણ શકિત પણ બરાબર છે.

(3:49 PM IST)