News of Wednesday, 9th October 2024
સરકારે ભાડાની આવક મુદ્દે કાંઈક કેટલાયની દિવાળી બગાડી: ન્યુઝફર્સ્ટ

ન્યુઝ ફર્સ્ટને જાણવા મળતી વિગતો પ્રમાણે ’ અને આ અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને કારણે જે નોંધાયેલા ભાડૂઆતો તરફથી બિન-નોંધાયેલ મકાનમાલિકોને ચૂકવણી થશે તેની પર આ નિર્ણયની બહુ મોટી અસર થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.
સરકારનાં આ નિર્ણયને કારણે ઘણા લોકો માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે કારણ કે અહીં ઈનપુટ ટેક્સ ક્રેડિટની કોઈ જોગવાઈઓ આપવામાં નથી આવી, તેવું વધુમાં ન્યુઝ ફર્સ્ટ ઉમેરે છે.
સરકારનાં આ નિર્ણયને કારણે તમામ ક્ષેત્રોમાં નાણાકીય અસર અને આંચકાઓ અનુભવાશે તેવી વાત પણ સંભળાઈ રહી છે, તેવું ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
સરકારી ગેઝેટમાં નવા નિયમો પ્રકાશિત કરવામાં આવ્યા હોય આવતીકાલથી એટલે 10મી ઓક્ટોબર, 2024થી આ જોગવાઈઓ લાગુ થવા જઈ રહી છે, તેવું વધુમાં ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
