<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રતન ટાટાના અવસાન અંગે પાકિસ્તાન. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના મીડિયા જગતના જાણો અહેવાલ

પાકિસ્તાનના ડૉન અખબારે લખ્યુ કે તેમણે અનેક હાઈ-પ્રોફાઈલ અધિગ્રહણો સાથે એક મજબૂત અને વિશાળ ભારતીય સમૂહને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યું

નવી દિલ્હી :ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન નવલ ટાટાનું અવસાન થયું છે. રતન ટાટા એક બિઝનેસમેન તરીકે વિશ્વભરમાં એક ઓળખ બનાવી હતી અને તેમને અનેક પુરસ્કાર મળ્યા હતા. પાકિસ્તાન, અમેરિકા, બ્રિટન સહિત વિશ્વભરના અખબારોમાં તેમના અવસાન અંગે સમાચાર પ્રકાશિત થયા હતા.
પાકિસ્તાનના ડૉન અખબારે ટાટા ગ્રુપના રતન ટાટાના મોતના સમાચાર આપતા લખ્યુ કે તેમણે અનેક હાઈ-પ્રોફાઈલ અધિગ્રહણો સાથે એક મજબૂત અને વિશાળ ભારતીય સમૂહને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યું. અખબારે લખ્યું કે રતન ટાટાએ નાની ઉંમરમાં જ કારોબાર સંભાળ્યો અને પરિવારના વારસાને શાનદાર રીતે આગળ વધાર્યો.

બ્રિટનના ધ સન અખબારે લખ્યું કે અબજોપતિ જગુઆર, લેન્ડ રોવ અને ટેટલી ટાઈકૂન રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ધ સને કહ્યું કે રતન ટાટા ભારતના આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી જાણીતા ઉદ્યોગપતિ પૈકીના એક હતા.

અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે રતન ટાટાના મોત અંગે એક સ્પેશ્યલ રિપોર્ટ તૈયાર કર્યો અને તેમણે વર્ષ 1991થી 2012 સુધી કેવી રીતે કંપનીનું નેતૃત્વ કર્યું તે અંગે માહિતી આપી. CNNએ તેના અહેવાલમાં લખ્યું કે રતન ટાટા વર્ષ 1937માં પારસી પરિવારમાં જન્મ થયો હતો. તેમણે વર્ષ 1962માં ભારતમાં કંપની સંભાળી, જેની સ્થાપના વર્ષ 1868માં રતન ટાટાના પરદાદા જમશેદજી ટાટાએ કરી હતી.

અરબ જગતના મીડિયા હાઉસ ખલીજ ટાઈમ્સે લખ્યું કે રતન ટાટા લાઈસન્સ ધરાવતા પાયલટ હતા, તેઓ ક્યારેક જ વિમાન ઉડાડતા હતા. ટાટાએ લગ્ન કર્યાં ન હતા અને તેઓ પોતાના શાત વ્યવહાર, અપેક્ષાકૃત સંયમિત જીવનશૈલી તથા પરોપકાર કાર્યો માટે જાણીતા હતા.

બાંગ્લાદેશના ધ ડેઈલી સ્ટારે લખ્યું કે રતન ટાટા ભારતના સૌથી સન્માનિત બિઝનેસમેન હતા. તેઓ વિનમ્રતા અને દૂરદર્શી નૈતૃત્વ માટે ઓળખાતા હતા તથા ટાટાને પોતાના પરિવારના ઉદ્યોગને એક વૈશ્વિક સમૂહમાં તબિલ કર્યો, ભારતીય અર્થવ્યવસ્થા તથા ઔદ્યોગિક દ્રષ્ટિએ ઊંડાણપૂર્વકની છાપ છોડી છે.

(9:27 PM IST)