News of Thursday, 10th October 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલા નવા ધારાસભ્યોમાંથી 84 ટકા કરોડપતિ : જાણૉ કેટલી બધી અધધધ સંપત્તિના માલિક
કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કારા સેન્ટ્રલ શાલટેંગ સીટ પરથી ચૂંટાયા. તેણે 148 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી:એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક સૌથી ગરીબ ધારાસભ્ય તેમની કુલ સંપત્તિ 29,070 રૂપિયા છે.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે. 90 બેઠકો પર મતદાન બાદ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી છે અને નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
દરમિયાન, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ ગુરુવારે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં નવા ચૂંટાયેલા 84 ટકા ધારાસભ્યો કરોડપતિ ધારાસભ્યો છે. તેમની સંખ્યા વર્ષ 2014માં ચૂંટાયેલા કરોડપતિ ધારાસભ્યો કરતા 9 ટકા વધુ છે. તેમની સરેરાશ જાહેર કરેલી સંપત્તિ 11.43 કરોડ રૂપિયા છે.
એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેન્દ્રશાસિત પ્રદેશના ધારાસભ્યોની સરેરાશ જાહેર કરાયેલી સંપત્તિમાં વધારો થયો છે. તેમની સંપત્તિ એક દાયકા પહેલા 4.56 કરોડ રૂપિયાથી બમણી થઈ ગઈ છે.
ભાજપના નેતા દેવેન્દ્ર રાણા અને કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારા 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે જમ્મુ અને કાશ્મીરના સૌથી ધનિક ધારાસભ્યોમાં સામેલ છે.
ડેટાના આધારે, એડીઆરએ નિવેદનમાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં નવા ચૂંટાયેલા 90 ધારાસભ્યોમાંથી 76 ધારાસભ્યો પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ધારાસભ્યોએ ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં તેમની સંપત્તિનો ખુલાસો કર્યો છે. અગાઉ 2014માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 87 ધારાસભ્યોમાંથી માત્ર 65 જ કરોડપતિ હતા અને આ ટકાવારી 75 ટકા હતી.
કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કારા સેન્ટ્રલ શાલટેંગ સીટ પરથી ચૂંટાયા છે. તેણે 148 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તારિક હામિદ કારા જમ્મુ-કાશ્મીરના સૌથી ધનિક ધારાસભ્ય છે.
જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર રાણા નગરોટા બેઠક પરથી જીત્યા છે. તેણે 126 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તે કેન્દ્રશાસિત પ્રદેશમાં બીજા ક્રમે છે
આ સાથે, ચણાપોરાથી નેશનલ કોન્ફરન્સ (NC)ના ધારાસભ્ય મુશ્તાક અહેમદ ગુરુએ એફિડેવિટમાં 94 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તેઓ ત્રીજા સૌથી અમીર ધારાસભ્ય છે.
એ જ રીતે AAPના મેહરાજ મલિકની કુલ સંપત્તિ 29,070 રૂપિયા છે. મેહરાજ મલિક જમ્મુ-કાશ્મીરના સૌથી ગરીબ ધારાસભ્ય છે. તેઓ AAPના પ્રથમ ધારાસભ્ય પણ છે. કર્નાહથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય જાવેદ અહેમદ મિર્ચલ પાસે કુલ 3 લાખ રૂપિયાની સંપત્તિ છે અને તેઓ બીજા સૌથી ગરીબ ધારાસભ્ય છે
. જ્યારે કોકરનાગના ધારાસભ્ય ઝફર અલી ખટાનાની કુલ સંપત્તિ 34 લાખ રૂપિયા છે અને તેઓ બીજા સ્થાને છે. માહિતી અનુસાર, નેશનલ કોન્ફરન્સના 37 એટલે કે 88 ટકા ધારાસભ્યો કરોડપતિ છે,
જ્યારે ભાજપના 25 ધારાસભ્યો, કોંગ્રેસના છ ધારાસભ્યો, સીપીઆઈ(એમ) અને પીપલ્સ કોન્ફરન્સના દરેક ધારાસભ્યો પાસે 1 કરોડ રૂપિયાથી વધુ છે. .
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
