<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

કોંગ્રેસે હરિયાણામાં પરાજયની સમીક્ષા કરવા ટેકનિકલ ટીમ બનાવી

કોંગ્રેસ પાર્ટી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના રિપોર્ટના આધારે વિગતવાર જવાબ આપશે

હરિયાણા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીની બેઠક બાદ ચાલી રહેલા સમાચારો પર કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલય દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પાર્ટીની ઔપચારિક બ્રીફિંગ પર જ વિચાર કરવામાં આવે. પાર્ટીએ અમારા ઉમેદવારો દ્વારા નોંધાવેલી ફરિયાદો અને વિસંગતતાઓને જોવા માટે એક ટેકનિકલ ટીમની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના રિપોર્ટના આધારે વિગતવાર જવાબ આપશે.

(11:11 PM IST)