News of Thursday, 10th October 2024
આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે
મુંબઈમાં શરૂ થયેલા ભારે વરસાદની વચ્ચે IMDએ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ગુરુવારે મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો. મુંબઈના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો
મુંબઈમાં શરૂ થયેલા ભારે વરસાદની વચ્ચે IMDએ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન કેરળ, માહે અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના ઘાટ ક્ષેત્ર, ગુજરાત પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
