News of Friday, 11th October 2024
હરિયાણામાં સાવિત્રી જિન્દલ સહિત ત્રણ અપક્ષો ભાજપને ટેકો આપશે
૯૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં BJP પાસે સંખ્યાબળ ૫૧ થયું

નવી દિલ્હી,તા. ૧૧: હરિયાણા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળી છે, પણ અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલાં અબજપતિ ઉદ્યોગપતિ સાવિત્રી જિન્દલ સહિત ત્રણ અપક્ષોએ BJP સરકારને ટેકો જાહેર કર્યો છે. આમ હવે ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં BJP પાસે સંખ્યાબળ ૫૧ થયું છે. ચૂંટણીના પરિણામ બાદ BJPના નેતા ધર્મેન્દ્ર યાદવ અને ત્રિપુરા (વેસ્ટ)ના સંસદસભ્ય બિપ્લબ દેવ સાવિત્રી જિન્દલને મળ્યા હતા અને તેમણે BJP સરકારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. આ પહેલાં અપક્ષ તરીકે ચૂંટાયેલા દેવેન્દર કદયાન અને રાજેશ જૂન BJPમાં સામેલ થયા હતા.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
