<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

૧૩૫ દિવસથી અપર સર્કિટ : એક વર્ષમાં ૧ લાખ ૬ કરોડ થઈ ગયા

રોકાણકારોને ૬૨૦૦૦ ટકા વળતર આપ્‍યું : આ સ્‍ટોક એપ્રિલમાં રૂ. ૪૫ થી વધીને રૂ. ૯૮૬ થયો છે

મુંબઇ, તા.૧૧: જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. શેરબજારમાં આવા શેરો શોધો જેણે ટૂંકા સમયમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. જો કે પેની સ્‍ટોકમાં જોખમ વધારે છે, પરંતુ આજે અમે જે પેની સ્‍ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેણે રોકાણકારોને ૬૨ હજાર ટકા વળતર આપ્‍યું છે અને એક વર્ષમાં તેમની રૂ. ૧ લાખની રકમ રૂ. ૬ કરોડમાં કન્‍વર્ટ કરી છે.

આ સ્‍ટોક ૧૩૫ દિવસથી સતત અપર સર્કિટમાં છે અને હજુ પણ કોઈ તેને વેચવા તૈયાર નથી. ચાલો જાણીએ કે આ કયો સ્‍ટોક છે અને તેની કંપની શું કરે છે?

તમે તાજેતરમાં શ્રી અધિકારી બ્રધર્સ સ્‍ટોક વિશે સાંભળ્‍યું જ હશે, આ સ્‍ટોક ૧૩૫ ટ્રેડિંગ સેશન્‍સથી સતત અપર સર્કિટ પર અથડાઈ રહ્યો છે. શેરે છેલ્લા એક વર્ષમાં ૬૨ હજાર ટકાથી વધુ વળતર આપ્‍યું છે. આમાં રોકાણ કરનાર લગભગ દરેક રોકાણકાર કરોડપતિ બની ગયો છે. સતત અપર સર્કિટના કારણે કોઈ રોકાણકાર તેને વેચવા તૈયાર નથી. જો છેલ્લા ૬ મહિનાની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને ૧૬૫૦ ટકા વળતર આપ્‍યું છે.

શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ એ મુંબઈની એક ટેલિવિઝન નેટવર્ક કંપની છે. તેણે ૧૯૯૦ના દાયકામાં દૂરદર્શન, સ્‍ટાર પ્‍લસ અને અન્‍ય ટેલિવિઝન ચેનલો માટે ટીવી સિરિયલો બનાવી છે. આ સિવાય કંપનીએ ૧૯૯૯માં તેની કોમેડી ચેનલ સબ ટીવી પણ શરૂ કરી હતી.

શ્રી અધિકારી બ્રધર્સનો સ્‍ટોક ૩જી એપ્રિલથી આજ સુધી એટલે કે ૧૧મી ઓક્‍ટોબર સુધી સતત ૧૩૫ દિવસ સુધી અપર સર્કિટમાં રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, આ સ્‍ટોક એ-લિમાં રૂ. ૪૫ થી વધીને રૂ. ૯૮૬ થયો છે. જો માર્કેટ એક્‍સપર્ટનું માનીએ તો આ મલ્‍ટિબેગર સ્‍ટોક ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ની સપાટીએ પહોંચી જશે. આ કંપનીના શેર ૧ મહિનામાં ૬૬૪ રૂપિયાથી વધીને ૯૮૬ રૂપિયા થઈ ગયા છે.

(9:59 AM IST)