<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પાકિસ્‍તાનના બલૂચિસ્‍તાનમાં મોટો હુમલો :કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટ છોડાયા : ૨૦ લોકોના મોત

વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો

ઈસ્‍લામાબાદ, તા.૧૧: પાકિસ્‍તાનના બલૂચિસ્‍તાનમાં સ્‍થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. સશષા લોકોએ કોલસાની ખાણ પર હુમલો કર્યો. અત્‍યાર સુધીમાં ૨૦ લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બલૂચિસ્‍તાનના ડુકી વિસ્‍તારમાં બની હતી. અહીં સ્‍થિત જુનૈદ કોલ કંપનીની ખાણો પર સશષા લોકોએ હુમલો કર્યો હતો.

પોલીસ અધિકારી હુમાયુ ખાને જણાવ્‍યું હતું કે શુક્રવારે વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાણ પર રોકેટ અને ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્‍યો હતો. ડૉ. જોહર ખાન શાદીઝાઈના જણાવ્‍યા અનુસાર અત્‍યાર સુધીમાં ૨૦ મળતદેહો અને છ ઘાયલોને જિલ્લા હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા છે.

૬ ઓક્‍ટોબર, રવિવારે રાત્રે, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ કરાચી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ નજીક ચીની નાગરિકો પર હુમલો કર્યો. આ આત્‍મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્‍યારે ૧૭ અન્‍ય ઘાયલ થયા હતા. BLAએ પોતે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલા બાદ ચીને પાકિસ્‍તાનમાંથી પોતાના ૪૦૦ નાગરિકોને પરત બોલાવી લીધા છે. સાથે જ પાકિસ્‍તાન સરકાર પર ચીનના નાગરિકો અને ચીની પ્રોજેક્‍ટ્‍સની સુરક્ષા માટે દબાણ કરવામાં આવ્‍યું છે.

બલૂચિસ્‍તાનને પાકિસ્‍તાનથી અલગ કરવાની ઝુંબેશ ૧૯૪૮થી ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLA બંદૂકના જોરે આઝાદીની માંગ કરે છે. આ અલગતાવાદી જૂથ બલૂચિસ્‍તાન અને પાકિસ્‍તાનના અન્‍ય ભાગોમાં સેના અને અન્‍ય ઘણા પ્રોજેક્‍ટ્‍સને નિશાન બનાવે છે. તાજેતરમાં જ ગ્રુપે ચીનના પ્રોજેક્‍ટ અને તેના નાગરિકો સામે મોરચો ખોલ્‍યો છે. ગ્‍ન્‍ખ્‍નો આરોપ છે કે ચીન પાકિસ્‍તાન સરકાર સાથે મળીને બલૂચિસ્‍તાનના સંસાધનોને લૂંટી રહ્યું છે.

(10:00 AM IST)