<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પહેલા પાકિસ્તાની બોલરોને ફટકાર્યા, પછી મેદાન પર જો રૂટે પોતાના ભીના કપડા સુકવ્યા:તસ્વીર વાયરલ

જો રૂટે ઈંગ્લેન્ડ પેવેલિયનની નજીક બાઉન્ડ્રી લાઈન પર તેના પરસેવાથી તરબાયેલા જર્સી, ટ્રાઉઝર અને તેના અંડરવેર પણ સુકવ્યા

મુંબઈ : જો રૂટે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં 262 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી જો રૂટે પ્રથમ વખત બેવડી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે હેરી બ્રુક સાથે 400થી વધુ રનની ભાગીદારી કરી હતી. 262ના સ્કોર પર આઉટ થયા બાદ જો રૂટે પોતાના ભીના કપડા મેદાનમાં જ સુકવ્યા હતા. જેનો ફોટો ખૂબ વાયરલ થયો છે.

  પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 150 ઓવરમાં 823 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે 317 રન અને જો રૂટે 262 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં પાકિસ્તાન પર 267 રનની મોટી લીડ મેળવી હતી. જોકે, જ્યારે ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આવ્યો ત્યારે તેના બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન જો રૂટે કંઈક એવું કર્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જો રૂટે મુલતાનના મેદાન પર પોતાના કપડા સુકવ્યા હતા. જો રૂટે બેટિંગ કરતી વખતે જે કપડાં પહેર્યા હતા તે પરસેવાથી લથપથ હતા અને પછી આ ખેલાડીએ તેને બાઉન્ડ્રી લાઈન પર સુકાવી દીધા હતા.

 

તેની બેટિંગ પછી, જો રૂટે ઈંગ્લેન્ડ પેવેલિયનની નજીક બાઉન્ડ્રી લાઈન પર તેના પરસેવાથી તરબાયેલા કપડાં સુકવ્યા હતા. તેણે મેદાન પર તેની જર્સી, ટ્રાઉઝર અને તેના અંડરવેર પણ સુકવ્યા હતા. જો રૂટના કપડાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  જો રૂટની વાત કરીએ તો આ ખેલાડીએ કમાલ કરી બતાવી છે. રૂટે પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ દાવમાં 375 બોલમાં 262 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 17 ચોગ્ગા આવ્યા હતા. એટલું જ નહીં તેણે હેરી બ્રુક સાથે 454 રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.

(12:04 PM IST)