<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

શિખર પહાડીયાએ સોલાપુરની મુલાકાત લઇ વૃધ્‍ધાશ્રમને દત્તક લીધું

બીઝનેસ ટાયકૂનના પુત્રની ઓળખ બોલીવુડ અભિનેત્રી જ્‍હાન્‍વી કપૂરના બોયફ્રેન્‍ડ તરીકે પણ છે

મુંબઇ તા. ૧૧: બિઝનેસ ટાયકૂન સંજય પહાડીયાના પુત્ર શિખર પહાડીયાને લોકો બોલીવૂડની અભિનેત્રી જ્‍હાન્‍વી કપૂરના બોયફ્રેન્‍ડ તરીકે પણ ઓળખે છે. શીખરે  તાજેતરમાં સોલાપુરની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેમણે સામાજિક પરિવર્તન અને એકતાને પ્રોત્‍સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિવિધ જાતિઓ, ધર્મો અને સંસ્‍કળતિઓ માટે જાણીતા શહેરમાં શિખરે તેના દિવસો સ્‍થાનિક ઉદ્યોગો, સમુદાયો અને ધાર્મિક સ્‍થળો સાથે જોડવામાં વિતાવ્‍યા હતાં. તેમના પ્રવાસ દરમિયાન, શિખરે શહેરના મુખ્‍ય ઉદ્યોગ હબ, સોલાપુર ટેક્‍સટાઈલ પાર્કની મુલાકાત લીધી અને તે ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું જ્‍યાંથી વિશ્વભરમાં યુનિફોર્મનું ઉત્‍પાદન થાય છે.

તેમણે ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરી, તેમની સમસ્‍યાઓ સમજી અને તેમને ખાતરી આપી કે તેઓ આ ઉદ્યોગના ઉત્‍થાન માટે લાંબા ગાળાના ઉકેલો શોધી કાઢશે. સમુદાય કલ્‍યાણ પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા, શિખરે શાંતાઈ અનાથાશ્રમ અને વળદ્ધાશ્રમને દત્તક લીધું હતું. આવશ્‍યક ચીજવસ્‍તુઓ પૂરી પાડી અને જીવનની સ્‍થિતિ સુધારવા માટે સતત સહાયનું વચન આપ્‍યું. એક વેપારી અને પરોપકારી તરીકે, શિખર સમુદાયોમાં કાયમી અને સકારાત્‍મક પરિવર્તન લાવવા માટે તેના પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે

(12:49 PM IST)