<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

૬ હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ : મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ : ભારત લાવવામાં આવશે

સૌરભ ચંદ્રાકરની અટકાયતના સમાચાર બાદ હવે તેના પ્રત્‍યાર્પણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. અહેવાલો અનુસાર, કે સૌરભ ચંદ્રાકરને જલ્‍દી જ ભારત લાવવામાં આવશે. સૌરભ ચંદ્રાકરને ડિસેમ્‍બર ૨૦૨૩માં યુએઈમાં અટકાયતમાં લેવામાં આવ્‍યો હતો, ત્‍યારથી તે દુબઈ પોલીસની કસ્‍ટડીમાં છે. તેને આગામી ૧૦ દિવસમાં તેને ભારત લવાશે.

સૌરભ ચંદ્રાકર પર ૬ હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. ᅠથોડા વર્ષો પહેલા સુધી સૌરભ છત્તીસગઢના રાયપુરમાં સૌરભ ચંદ્રકાર જયુસ ફેક્‍ટરી નામથી જયુસની દુકાન ચલાવતો હતો. જયુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. પહેલા તે ઓફલાઈન સટ્ટો રમતો હતો, પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે રવિ ઉપ્‍પલ નામના વ્‍યક્‍તિ સાથે મળીને મહાદેવ બેટિંગ એપ લોન્‍ચ કરી હતી.

(1:34 PM IST)