<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

નરેન્‍દ્રભાઇના પ્રવાસનો બીજો દિવસ : પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે

લાઓસ, તા.૧૧: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ આજે શુક્રવારે તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે ૧૯મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. પૂર્વ એશિયા સમિટ (EAS)માં ૧૦ ASEAN સભ્‍ય દેશો અને આઠ ભાગીદાર દેશો - ઓસ્‍ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્‍યુઝીલેન્‍ડ, રશિયા અને યુએસ સામેલ થઈ રહ્યા છે. દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્‍ટ્રોના સંગઠન (ASEAN)ની સ્‍થાપના ૧૯૬૭માં થઈ હતી. તેના સભ્‍ય દેશોમાં ઈન્‍ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્‍સ, સિંગાપોર, થાઈલેન્‍ડ, ભારત, વિયેતનામ, લાઓસ, કંબોડિયા અને બ્રુનેઈ દારુસલામનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્‍યા હતા. પીપલ્‍સ ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ લાઓસ (લાઓ PDR)ના વડાપ્રધાન સોનેક્‍સે સિફનાડેનના નિમંત્રણ પર ભ્‍પ્‍ મોદી દેશની બે દિવસીય મુલાકાતે છે. લાઓસ એસોસિયેશન ઓફ સાઉથઇસ્‍ટ એશિયન નેશન્‍સ (ASEAN) ના વર્તમાન અધ્‍યક્ષ છે. લાઓસના ગળહમંત્રી વિલયાવોંગ બૌદ્દખામે એરપોર્ટ પર મોદીનું સ્‍વાગત કર્યું હતું.

નવી દિલ્‍હીથી લાઓસ જવા રવાના થતા પહેલા જારી કરાયેલા નિવેદનમાં PM મોદીએ કહ્યું હતું કે, ભારત આ વર્ષે ‘એક્‍ટ ઈસ્‍ટ' નીતિનો એક દાયકા પૂર્ણ કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે હું લાઓ PDRના નેતળત્‍વ સાથેની મારી બેઠકોને લઈને આશાવાદી છું. આ એક વિશેષ વર્ષ છે કારણ કે અમે અમારી ‘એક્‍ટ ઈસ્‍ટ' નીતિનો એક દાયકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી દેશને ઘણો ફાયદો થશે. આ મુલાકાત દરમિયાન હું વિશ્વના વિવિધ નેતાઓ સાથે બેઠકો અને વાર્તાલાપ કરીશ. ‘એક્‍ટ ઈસ્‍ટ' નીતિનો ઉદ્દેશ્‍ય દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય સ્‍તરે સતત જોડાણ દ્વારા આર્થિક સહયોગ, સાંસ્‍કળતિક સંબંધોને પ્રોત્‍સાહન આપવા અને ઈન્‍ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્‍ચે વ્‍યૂહરચના સંબંધો વિકસિત કરવાનો છે, જેથી રાજકીય, આર્થિક, સાંસ્‍કળતિક અને લોકો વચ્‍ચેના સંબંધો સહિત વ્‍યાપક અર્થમાં શ્રેષ્ઠ સંપર્ક પ્રદાન કરી શકાશે.

(3:01 PM IST)