News of Friday, 11th October 2024
દિલ્હી-મધ્યપ્રદેશ-ગુજરાતમાં તાપમાન ઘટયું: ઠંડી શરૂ થશે

નવી દિલ્હી,તા. ૧૧: દેશના ઉત્તરીય વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. શુક્રવારે સવારથી હળવી ઠંડી શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકો એસી અને કુલરથી દૂર રહેવા લાગ્યા છે. રાત્રે નીચા તાપમાનને કારણે માત્ર પંખા જ કામ કરી રહ્યા છે. જો કે, બપોરના સમયે સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન પણ હળવી ગરમી રહે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજથી દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. શુક્રવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ટૂંક સમયમાં તાપમાનમાં ઝડપી ઘટાડો થવાની ધારણા છે.
હવામાન ખાતા અનુસાર, ઉત્તર ભારતના રાજયો - હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ ઓછો થવાની ધારણા છે.
આગામી અઠવાડિયામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. હિમવર્ષા થવાની સંભાવના પણ વધી રહી છે, ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીની અસર વધી શકે છેનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. (૨૨.૨૨)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
