<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

અખીલેશે ઘરની બહાર જેપી નારાયણને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યાઃ પોલીસે મ્‍યુઝીયમ જતા રોકેલ

લખનૌ તા. ૧૧: સપા અધ્‍યક્ષ અખીલેશ યાદવે પોલીસના ટોકયા બાદ પોતાના નિવાસસ્‍થાનની બહાર જેપી નારાયણની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેમણે જણાવેલ કે, જયપ્રકાશ નારાયણજીની જયંતિએ JPNIC મ્‍યુઝીયમ ખાતે જઇને જયંતિ ઉજવીએ છીએ પણ આ વખતે કયાં કારણસર સરકાર અમને રોકી રહી છે.

તેમણે વધુમાં જણાવેલ કે, જેપીના નામ ઉપર જે ઇમારત બનાવવામાં આવી છે. તેને ઢાકવા પાછળ ષડયંત્ર છે. ષડયંત્રરૂપે તેમને વેંચવા માંગે છે. આવી સરકારથી શું આશા રાખીએ જે મ્‍યુઝીયમ વેંચવા માંગે છે. સપા દર વર્ષે જેપીની જયંતિ ઉજવતી આવી છે. અમે લોકો ત્‍યાં જઇને જ તેમને સન્‍માન આપીશું.

(3:43 PM IST)