<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

લ્‍યો બોલો... ફ્રી રેવડી અમેરિકા પહોંચી ગઇ

ટ્રમ્‍પે ચૂંટણી વચન આપ્‍યું : વિજળીના દર ઘટાડીશ : ઉત્‍પાદન બમણુ કરીશ

નવી દિલ્‍હી, તા.૧૧: અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને કમલા હેરિસ પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત છે. શુક્રવારે ટ્રમ્‍પે જાહેરાત કરી હતી કે રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ તેઓ વીજળીનો દર ઘટાડીને અડધો કરી દેશે અને વીજ ઉત્‍પાદન ક્ષમતા બમણી કરી દેશે. ટ્રમ્‍પે આ જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઁહ્‍ઁ પર શેર કર્યો છે. ટ્રમ્‍પની આ પોસ્‍ટને રીપોસ્‍ટ કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘ફ્રી રેવડી' લહેર હવે અમેરિકા પહોંચી ગઈ છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્‍લિકન પાર્ટી તરફથી ઉમેદવાર છે. તેનો સામનો ડેમોક્રેટ કમલા હેરિસ સાથે છે. શુક્રવારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાહેરાત કરી હતી કે અમેરિકી ચૂંટણીમાં તેમની જીત બાદ તેઓ અમેરિકન લોકોને મોટી રાહત આપશે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ તેઓ વીજળીના ભાવ અડધા કરી દેશે અને વીજળી ઉત્‍પાદન ક્ષમતા પણ બમણી કરી દેશે. અરવિંદ કેજરીવાલે તેમની આ પોસ્‍ટની ટીકા કરી હતી. કેજરીવાલે લખ્‍યું કે, ટ્રમ્‍પે વીજળીના ભાવ અડધા કરવાની જાહેરાત કરી છે, ફ્રી રેવડી અમેરિકા સુધી પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે દિલ્‍હી સરકાર છેલ્લા ઘણા સમયથી દિલ્‍હીના લોકોને મફતમાં વીજળી આપે છે. જો કે, આ માટે એક શરત છે. શરત એ છે કે જો કોઈ પરિવાર એક મહિનામાં ૨૦૦ યુનિટ વીજળી વાપરે છે તો તેણે વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં, પરંતુ જો તે ૨૦૦ યુનિટથી વધુ વીજળી વાપરે છે તો તેણે આખું વીજ બિલ ચૂકવવું પડશે.

કેજરીવાલે ટ્રમ્‍પની જાહેરાતને તેમની સરકારની યોજના સાથે જોડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે ફ્રીબીનો ટ્રેન્‍ડ હવે અમેરિકામાં પણ પહોંચી ગયો છે.

તમને જણાવી દઈએ કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અમેરિકાના ૪૫માં રાષ્‍ટ્રપતિ રહી ચૂકયા છે. તેઓ ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી અમેરિકાના રાષ્‍ટ્રપતિ પદ પર રહ્યા. જોકે, ૨૦૨૦માં યોજાયેલી રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ તેઓ ફરી એકવાર રિપબ્‍લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

(4:25 PM IST)