<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

નાસિક મિલિટરી કેમ્પમાં વિસ્ફોટમાં બે અગ્નિવીરોના મોત : વિસ્ફોટકો લોડ કરતી વખતે બ્લાસ્ટ થતા દોડધામ : એક અગ્નિવીરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા

તાલીમ સત્ર દરમિયાન સૈનિકો લાઈવ ફાયર પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ : દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનની ટીમ તપાસમા

નાસીકતા.૧૧ :નાશિકના આર્ટિલરી સેન્ટરમાં મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રેનિંગ સેશન દરમિયાન વિસ્ફોટને કારણે બે અગ્નિવીરોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર નાસિક આર્ટિલરી સેન્ટરમાં નિયમિત તાલીમ સત્ર દરમિયાન સૈનિકો લાઈવ ફાયર પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. ધિકારીઓએ જણાવ્યું કે તોપ લોડ કરતી વખતે અચાનક શેલ ફાટી ગયો, જેના કારણે બંને અગ્નિવીરો ઘાયલ થયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

નાસિકના દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન બે અગ્નિવીરોના કરૂણ મોત થયા છે. દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી ફાયરિંગ રેન્જમાં 'IFG ઈન્ડિયન ફિલ્ડ ગન'થી ફાયરિંગ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે શેલ વિસ્ફોટ થયો, ત્યારે તેના ટુકડા પીડિતોના શરીરમાં પ્રવેશ્યા અને બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું.

આ ઘટનામાં એક અગ્નિવીર ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે હાલ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ કરી રહી છે.

 

(5:00 PM IST)