News of Friday, 11th October 2024
હિરોશિમા અને નાગાસાકી પર યુએસના અણુ બોમ્બ હુમલામાં બચી ગયેલા જાપાની સંગઠન નિહોન હિડાંક્યોને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે
નોબેલ શાંતિ પુરસ્કાર 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવશે ગયા વર્ષે ઈરાનની નરગીસ મોહમ્મદીને મળી હતી નોબેલ સત્ર સોમવારે 14 ઓક્ટોબરે સમાપ્ત થશે

નવી દિલ્હી તા.૧૧ :નોબેલ શાંતિ પુરસ્કાર હિરોશિમા અને નાગાસાકી પર યુએસના અણુ બોમ્બ હુમલામાં બચી ગયેલા જાપાની સંગઠન નિહોન હિડાંક્યોને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સંગઠનને પરમાણુ હથિયારો વિરુદ્ધ સક્રિય અભિયાનને કારણે આ સન્માન આપવામાં આવ્યું છે. નોબેલ સમિતિના અધ્યક્ષ જોર્ગેનસેન ફ્રીડનેસે જણાવ્યું હતું કે સમિતિ બચી ગયેલા તમામ લોકોનું સન્માન કરવા માંગે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવશે.ગયા વર્ષે ઈરાનની નરગીસ મોહમ્મદીને મળી હતી.
નોબેલ સત્ર સોમવારે 14 ઓક્ટોબરે સમાપ્ત થશે.
રોઇટર્સ, ઓસ્લો. જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોને વર્ષ 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. તે હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ ધડાકામાં બચી ગયેલા લોકોનું ગ્રાસરૂટ ચળવળ છે. તેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
