News of Friday, 11th October 2024
શ્રીનગરમાં રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ - કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો : જુઓ વિડિઓ
નેશનલ કોન્ફરન્સ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી

National Conference leader #OmarAbdullah reaches Raj Bhavan in Srinagar to stake claim to form government in #JammuAndKashmir. pic.twitter.com/5oohN16fTN
— All India Radio News (@airnewsalerts) October 11, 2024
શ્રીનગર : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે સાંજે શ્રીનગરમાં રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યા હતા અને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.
ઓમરે કહ્યું, "હું રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યો અને નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઈ(એમ) અને અપક્ષ ઉમેદવારોના સમર્થન પત્રો આપ્યા. મેં તેમને તારીખ નક્કી કરવા વિનંતી કરી જેથી ચૂંટાયેલા સભ્યો શપથ લો અને ચૂંટાયેલી સરકાર કામ કરવાનું શરૂ કરી શકે છે.
2018 પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટાયેલી સરકાર હશે, જ્યારે ભાજપે તત્કાલિન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને સમર્થન પાછું ખેંચી લીધા પછી રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 નાબૂદ અને પ્રદેશમાં સીટોના સીમાંકન પછી તે પ્રથમ ચૂંટાયેલી સરકાર હશે.
નેશનલ કોન્ફરન્સ (NC) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી. અ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) એ 29 બેઠકો જીતી હતી, જેમાંથી 28 હિંદુ અને એક શીખ સભ્યો ચૂંટાયા હતા, જ્યારે બે ભૂતપૂર્વ મંત્રીઓ સહિત ભાજપનાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારો સફળ રહ્યા ન હતા.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
