News of Friday, 11th October 2024
સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી :ચાંદીમાં કિલોએ 1,500નો ઉછાળો :સોનુ 1,150 રૂપિયા મોંઘુ થયું
જ્વેલરી માર્કેટમાં જ્વેલર્સ તરફથી નિકળેલી નવેસરથી માંગ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ભડકો

મુંબઈ : વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે શુક્રવારે ભારતીય જ્વેલરી માર્કેટમાં જ્વેલર્સ તરફથી નિકળેલી નવેસરથી માંગ વચ્ચે સોના અને ચાંદીમાં તેજીના ભાવમાં ભળકો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,150 વધીને રૂપિયા 78,500 થયો છે.
જ્યારે દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,500 ઉછળી રૂપિયા 91,500 થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળતો હતો, જેને આજે બ્રેક લાગી હતી.
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાનું વલણ આગળ વધે અને બેરોજગારીના ઊંચા આંકડા આવતા, આ ઉપરાંત ક્રુડના ભાવમાં તેજી વચ્ચે ફુગાવાજન્ય દબાણની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વચ્ચે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે સોનાના ઔંસદીઠ ભાવ 0.79 ટકા ઉછળીને 2,660.10 ડોલર થયા છે. આ ઉપરાંત ચાંદીનો ઔંસદીઠ ભાવ 31.40 ડોલર આસપાસ ક્વોટ થયા છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધીને રૂપિયા 91,000 થયા છે. જ્યારે સોનું (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 78,000 અને અમદાવાદ સોનું (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 77,800 રહ્યા હતા.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
