<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર 3.71 અબજ ડોલર ઘટી 701.18 અબજ ડોલર થયું : ગોલ્ડ રિઝર્વેશન પણ ઘટ્યું

દેશનું ગોલ્ડ રિઝર્વનું વેલ્યુ 4 કરોડ ડોલર ઘટીને 65.75 અબજ ડોલર પહોંચ્યું

નવી દિલ્હી :ભારતના વિદેશી હૂંડિયામણમાં 4 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 3.71 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. આ સાથે જ વિદેશી હૂંડિયામણ ઘટીને 701.18 અબજ ડોલર પહોંચ્યું છે.

RBI તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે અગાઉના સપ્તાહ એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણનું પ્રમાણ 12.58 અબજ ડોલરનો વિક્રમજનક વધારો થવા સાથે 704.88 અબજ ડોલર પહોંચ્યું છે.દેશનું ગોલ્ડ રિઝર્વનું વેલ્યુ 4 કરોડ ડોલર ઘટીને 65.75 અબજ ડોલર પહોંચ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ચલણ અનામત કરન્સી એસેટ્સનો મહત્વપૂર્ણ ભાગ ગણાતી વિદેશી ચલણ અસ્કયામતો 4 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3.51 બિલિયન ડોલર ઘટીને 612.64 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ડૉલરના સંદર્ભમાં વિદેશી ચલણની અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો,પાઉન્ડ અને યેન જેવી નોન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે.

(11:53 PM IST)