<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ગુરૂગ્રામમાં દેશનો સૌથી મોંઘો તૂયલ એસ્‍ટેટ પ્રોજેકટ : ફલેટની કિંમત ૧૦૦ કરોડથી શરૂ થશે

કુલ પ્રોજેકટ ૩૪૦૦૦ કરોડનો

નવી દિલ્‍હી, તા.૧૨: દેશની સૌથી મોટી રિયલ એસ્‍ટેટ કંપની ઝન્‍જ્‍ ટૂંક સમયમાં જ ગુરુગ્રામના ગોલ્‍ફ કોર્સ રોડ પર દેશનો સૌથી મોંઘો પ્રોજેક્‍ટ ઙ્કઝન્‍જ્‍ વ્‍ત્ર્ફૂ ર્ઝીત્ર્શ્રર્શીતઙ્ઘ લોન્‍ચ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્‍ટ પહેલાથી અસ્‍તિત્‍વમાં છે તે આઇકોનિક ૅકેમેલિયસૅ ની સામે હશે. દહલિયા ૧૭ એકરમાં ફેલાયેલા હશે, જેમાં ૨૯ માળના ટાવર હશે. આ ટાવર્સમાં ૪૦૦ સુપર લક્‍ઝરી આવાસ બનાવવામાં આવશે. આ રહેઠાણોનું કદ ૯,૫૦૦ થી ૧૬,૦૦૦ ચોરસ ફૂટની વચ્‍ચે હશે, જ્‍યારે સરેરાશ કદ ૧૧,૦૦૦ ચોરસ ફૂટ હશે. આ પ્રોજેક્‍ટનું ક્‍લબહાઉસ લગભગ ૨ લાખ ચોરસ ફૂટનું હશે, જે કેમેલિયસના ક્‍લબહાઉસ કરતાં બમણું હશે.

દહલિયાસ ખાતેના સુપર-લક્‍ઝરી રહેઠાણોની શરૂઆતી કિંમત રૂ. ૮૦,૦૦૦ પ્રતિ ચોરસ ફૂટ હશે. ભ્‍શ્વંષ્ટચ્‍ષ્ઠયશદ્દક્ક અનુસાર, અહીં એક એપાર્ટમેન્‍ટની સરેરાશ કિંમત ૧૦૦ કરોડ રૂપિયાની આસપાસ હશે. આ -ોજેક્‍ટનું કુલ વેચાણ મૂલ્‍ય રૂ. ૩૪,૦૦૦ કરોડ અંદાજવામાં આવ્‍યું છે, જે કેમેલિયસ અને અન્‍ય કોઈપણ ભારતીય -ોજેક્‍ટ કરતાં લગભગ ૨.૫ ગણું વધારે છે. ઝન્‍જ્‍ ર્ઘ્‍ીળફૂશ્રશ્રર્શીત, દિલ્‍હી-ફઘ્‍ય્‍ના ટોચના સીઈઓ અને ઉચ્‍ચ નેટવર્થ વ્‍યક્‍તિઓનું ઘર છે, જે એક દાયકા પહેલા રૂ. ૨૨,૫૦૦ પ્રતિ ચોરસ ફૂટના ભાવે લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. હવે તે ભારતના સૌથી મોંઘા કોન્‍ડોમિનિયમમાંનું એક છે.

પ્રોપઇક્‍વિટી અનુસાર, વેચાણ કિંમતની દ્રષ્ટિએ દેશમાં અત્‍યાર સુધીનો સૌથી મોંઘો રિયલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટ મુંબઈના વર્લીમાં આવેલ ઓબેરોય રિયલ્‍ટીનો ઙ્ક૩૬૦ વેસ્‍ટઙ્ઘ હતો. પરંતુ ડીએલએફનો ઙ્કધ ડહલિયાસઙ્ઘ પ્રોજેક્‍ટ વેચાણ મૂલ્‍યની દ્રષ્ટિએ મુંબઈમાં ૩૬૦ વેસ્‍ટ, ડીએલએફ કેમેલીયાસ અને નમન ઝાનાના સંયુક્‍ત મૂલ્‍ય જેટલો છે.

ઝન્‍જ્‍ કેમેલીઆસની કિંમતો રૂ. ૬૫,૦૦૦ થી રૂ. ૮૫,૦૦૦ પ્રતિ ચોરસ ફૂટની વચ્‍ચે છે, જ્‍યારે અનફર્નિશ્‍ડ એપાર્ટમેન્‍ટ્‍સનું માસિક ભાડું રૂ. ૧૦.૫ લાખથી શરૂ થાય છે. ફર્નિશ્‍ડ એપાર્ટમેન્‍ટનું ભાડું ૧૪ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં, વી-બજારના સીએમડી હેમંત અગ્રવાલની પત્‍ની સ્‍મળતિ અગ્રવાલે કેમેલિયસમાં ૯૫ કરોડ રૂપિયામાં ૧૦,૦૦૦ ચોરસ ફૂટનો એપાર્ટમેન્‍ટ ખરીદ્યો હતો. અત્‍યાર સુધી, માત્ર મુંબઈ અને દિલ્‍હીના અમુક વિસ્‍તારોમાં જ રિયલ એસ્‍ટેટના ભાવ -તિ ચોરસ ફૂટ રૂ. ૧ લાખથી વધુ હતા. હવે ગુરુગ્રામ પણ આ મોંઘા બજારોમાં પોતાનું સ્‍થાન બનાવી રહ્યું છે.(

(11:17 AM IST)