<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સૌર વાવાઝોડુ પૃથ્‍વી પર પહોંચ્‍યું: લેહનું આકાશ બન્‍યું રંગબેરંગી

નવી દિલ્‍હીઃ પૃથ્‍વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાતા શક્‍તિશાળી સૌર વાવાઝોડાને કારણે લેહના આકાશમાં એક અદ્વુત નજારો જોવા મળ્‍યો હતો. અરોરાને કારણે આકાશ ઝળહળી ઊઠ્‍યું. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, ૧૦ ઓક્‍ટોબરે, કોરોનલ માસ ઇજેક્‍શન ૨૪ લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્‍વી પર પહોંચ્‍યું હતું. લેહની જેમ અરોરા અમેરિકાના અલાબામા અને ન્‍યુ મેક્‍સિકોમાં પણ જોવા મળી હતી. લેહ સ્‍થિત દેશની સૌથી ઊંચી વેધશાળા હેનલેથી આ અદભુત નજારો જોવા મળ્‍યો હતો. લાલ અરોરા લેહમાં જોવામાં આવી હતી અને તેને ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ટેલિસ્‍કોપ દ્વારા કેદ કરવામાં આવી હતી

(4:00 PM IST)