News of Saturday, 12th October 2024
ઈરાનના પરમાણુ સ્થળો પર મોટાપાયે સાયબર હુમલો : તમામ આવશ્યક સેવાઓ ઠપ્પ
ઈરાનના પરમાણુ પ્લાન્ટ અને લગભગ તમામ ત્રણ સરકારી શાખાઓ પર મોટા પાયે સાયબર હુમલા થયા ઈરાન ઈન્ટરનેશનલે ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબરસ્પેસના પૂર્વ સેક્રેટરીને ટાંકીને અહેવાલ આપ્યો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શનિવારે ઈરાનના પરમાણુ પ્લાન્ટ અને લગભગ તમામ ત્રણ સરકારી શાખાઓ પર મોટા પાયે સાયબર હુમલા થયા હતા. ઈરાન ઈન્ટરનેશનલે ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબરસ્પેસના ભૂતપૂર્વ સેક્રેટરીને ટાંકીને અહેવાલ આપ્યો છે.
કથિત સાયબર હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ છે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ તેલ અવીવે તેહરાનના 1 ઓક્ટોબરના મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાનના પરમાણુ અને તેલ કેન્દ્રો પર હુમલો કરવાની ચેતવણી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબરસ્પેસના પૂર્વ સચિવ ફિરોઝાબાદીએ કહ્યું છે કે ઈરાનની સરકારની લગભગ દરેક શાખા, વિધાનસભા, ન્યાયતંત્ર અને કાર્યપાલિકા સાઈબર હુમલાથી પ્રભાવિત થઈ છે. આ ઘટના બાદ ઈરાનની ઘણી મહત્વની માહિતી ચોરાઈ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના મહત્વપૂર્ણ નેટવર્ક જેમ કે મ્યુનિસિપલ સેવાઓ, ફ્યુઅલ વિતરણ, બંદરો અને પરિવહન તેમજ તેની પરમાણુ સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે સરકારનું કામકાજ ખોરવાઈ ગયું છે અને સેવાઓને અસર થઈ છે.
1 ઓક્ટોબરે ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ઈઝરાયેલે ચેતવણી આપી હતી કે ઈરાન પર તેનો હુમલો આશ્ચર્યજનક અને ઘાતક હશે.
આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં મોટા પાયે ઓપરેશન ચાલુ રાખ્યું છે. ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના સ્થાનો પર જમીન પર હુમલા કરવાનું ચાલુ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
