News of Saturday, 12th October 2024
વિજયવર્ગીયના 'બટોગે તો કટોગે' નિવેદન પર દિગ્વિજય સિંહે પૂછ્યું- 'મોદી રાજમાં હિન્દુઓ કેવી રીતે ખતરામાં આવી ગયા?
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે કહ્યું-સનાતન ધર્મ સર્વધર્મ સદ્દભાવની વાત કરે છે. જો કે મોહન ભાગવત કે કૈલાશ વિજયવર્ગીય દરેકને એક થવાની વાત નથી કરતા

ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના હિન્દુઓને સંબોધીને કરવામાં આવેલા નિવેદન 'બટોગે તો કટોગે'નુ સમર્થન કરતી ટિપ્પણી કરી હતી. જેના પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કર્યો છે.
હકીકતમાં કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, યોગીએ સાચુ જ કહ્યું છે- 'બટોગે તો કટોગે'. 25 વર્ષ બાદ હિન્દુ સંકટમાં આવી જશે. જેના પર પલટવાર કરતાં દિગ્વિજયસિંહે જણાવ્યું કે, કૈલાશ વિજયવર્ગીય મોદીને હિન્દુ સમ્રાટ કહે છે. એવામાં તેમના કાર્યકાળમાં હિન્દુઓ ખતરામાં આવી જાય તે વાત કોઈના ગળે નથી ઉતરતી
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયે જણાવ્યું કે, સનાતન ધર્મ સર્વધર્મ સદ્દભાવની વાત કરે છે. જો કે મોહન ભાગવત કે કૈલાશ વિજયવર્ગીય દરેકને એક થવાની વાત નથી કરતા, પરંતુ માત્ર એક જ વર્ગને એકજૂટ કરવાની વાત કરી રહ્યા છે.
તાજેતરમાં જ ગુજરાત ATSની ટીમે ભોપાલ નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ નેતાએ રાજ્યની ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, ગુજરાત પોલીસ 15 દિવસ સુધી મધ્ય પ્રદેશમાં રોકાઈ, પરંતુ તેમણે રાજ્યની પોલીસની મદદ પણ ના લીધી. ગુજરાત પોલીસને શંકા હતી કે, જો મધ્ય પ્રદેશની પોલીસની મદદ લઈશું, તો ડ્રગ્સ માફિયાઓને ગંધ આવી જશે.
.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
