News of Saturday, 12th October 2024
હરિયાણામાં 20 બેઠકો પર ફરી વખત મતગણતરી કરવા કોંગ્રેસની માંગણી:EVM સાથે ચેડાનો આરોપ
કોગ્રેસે EVMની બેટરી 90 ટકાથી વધારે ચાર્જ હોવા અંગે પ્રશ્ન ઉઠાવી તેની સાથે ચેડા કર્યાની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી : કોંગ્રેસે હરિયાણામાં 20 બેઠક પર ફરી વખત મતગણતરી કરવાની માંગ કરી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે ચેડા કરવાનો આરોપ લગાવી ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.
20 વિધાનસભા બેઠક પર ફરીથી મતગણતરી કરવાની માંગ કરી કોગ્રેસે EVMની બેટરી 90 ટકાથી વધારે ચાર્જ હોવા અંગે પ્રશ્ન ઉઠાવી તેની સાથે ચેડા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
કોંગ્રેસે જે વિધાનસભા ક્ષેત્રોમાં ફરી વખત મતગણતરી કરવાની માંગ કરી છે તેમાં પાણીપત શહેર, હોડલ, વલ્લભગઢ, ફરીદાબાદ NIT, નારનૌલ, કરનાલ, ડબવાલી, રેવાડી, હોડલ (SC), કાલકા, ઈન્દ્રી, બડખલ, નલવા, રાનિયા, પટૌડી (SC), પલવલ, બરવાળા, ઉચાના કલાન, ઘરૌડા, કોસલી અને બાદશાહપુરનો સમાવેશ થાય છે.
આ સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે 8મી ઓક્ટોબરના મતગણતરીા દિવસે જે મશીનોમાં ગરબડી હતી તેના તમામ મત ભાજપના ખાતામાં ગયા ચે. માટે આ બેઠકો પર ફરી વખત મતદાન કરવામાં આવવું જોઈએ.
કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે ચૂંટણી પંચે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ.પોસ્ટલ બેલેટની ગણતરીમાં પણ કોંગ્રેસે સરસાઈ મેળવી હતી,પરંતુ ઈવીએમ દ્વારા મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામો અણધાર્યા આવ્યા હતા. તેમણે કહ્યું કે છેતરપિંડી છતાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની જેમ લગભગ સમાન મત ટકાવારી મેળવી છે.
આ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે કેટલાક EVMની બેટરી 99 ટકા હતી અને તેમાં જ કોંગ્રેસનો પરાજય થયો હતો. જેમની બેટરી 60-70 ટકા ચાર્જ થઈ ગઈ હતી તેમાં અમારા ઉમેદવારને જીતતા દર્શાવવામાં આવ્યા હતા.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી ઉદયભાને આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM હેક થયા છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
