<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મ પોર્ટલ પર અઢી મહિના પહેલાં અપલોડ કરાયાં

વેપારીઓને પૂરતો સમય મળી રહે તેને ધ્‍યાને રાખીને ઝડપથી કરાયેલી કાર્યવાહી

મુંબઇ,તા. ૧૬: જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાને આડે હજુ અઢી મહિનાનો પૂરતો સમય છે ત્‍યારે વિભાગ દ્વારા જીએસટી પોર્ટલ પર વાર્ષિક રિટર્ન માટેના ફોર્મ ૯ અને ૯સી અપલોડ કરી દેવામાં આવ્‍યા છે.

છેલ્લા કેટલાક સમયથી જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મ છેલ્લી ઘડીએ આપવામાં આવતા હોવાની ફરિયાદ ઊઠતી રહેતી હોય છે. તેના કારણે ચાલુ વર્ષે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્‍બર નક્કી કરવામાં આવી છે. તેના અઢી મહિના પહેલા જ પોર્ટલ પર બંનેના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્‍યા છે. આ બંને ફોર્મ વેપારીઓ ડાઉનલોડ કરીને તેમાં જે પણ

વિગતો માંગવામાં આવી હોય તેના આધારે વિગતો આપવાની રહેશે. જેથી વેપારીઓને પૂરતો સમય મળી રહે તે પ્રમાણેની સુવિધા જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે દર વર્ષે ઈન્‍કમટેક્‍સના ઓડિટ રિટર્નની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જીએસટીના વાર્ષિક રિટર્નના ફોર્મ અપલોડ કરવામાં આવતા હોય છે. જયારે ચાલુ વર્ષે તે થોડા વહેલા અપલોડ કરવામાં આવતા વેપારીઓને હાશકારો થયો છે. આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે જીએસટી વિભાગ દ્વારા આ રીતે જ દર વર્ષે વાર્ષિક રિટર્નના ફોર્મ પહેલેથી જ અપલોડ કરી દેવામાં આવે તો વેપારીઓને રિટર્ન ભરવા માટે પૂરતો સમય મળી રહેતો હોય છે. કારણ કે કેટલીક વખત છેલ્લી ઘડીએ રિટર્નના ફોર્મ આવવાના લીધે વિગતો આપવામાં તકલીફ પડતી હોય તેવી પણ સમસ્‍યા હવે નહીં રહે. જેથી દર વખતે આ જ પ્રમાણેની વ્‍યવસ્‍થા કરવામાં આવે તો વેપારીઓને રિટર્ન ભરવામાં સરળતા રહેશે તે માટેનું આયોજન પહેલેથી જ કરી દેવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી અને ઈન્‍કમટેક્‍સમાં રિટર્ન ભરવાના આડે એકાદ બે મહિના બાકી હોય ત્‍યારે પણ ફોર્મમાં સુધારા-વધારા કરવામાં આવતા હોય છે. તેના લીધે વિગતો આપવામાં કરદાતાઓને સૌથી વધુ તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

(11:58 AM IST)