<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ખાસ મિત્ર હોવા છતાં શાહરૂખે બાબા સિદ્દીકીના જનાજામાં જવાનું ટાળ્‍યું

બિશ્‍નોઈ ગૅન્‍ગ કેટલી ખતરનાક છે એની જાણ થઈ જતાં તેણે બાબા સિદ્દીકીની હૉસ્‍પિટલમાં પણ મુલાકાત લીધી નહોતી

મુંબઇ, તા.૧૬: બાબા સિદ્દીકી લૅવિશ પાર્ટીઓ આપવા જાણીતા હતા એટલું જ નહીં, બૉલીવુડના અનેક માંધાતાઓ તેમની પાર્ટીમાં નિયમિત હાજરી આપતા. તેમના બૉલીવુડમાં અનેક મિત્રો હતા જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન ખાસ હતા. બાબા સિદ્દીકી પર ફાયરિંગ થવાની ઘટના બાદ સલમાન ખાન શનિવારે રાતે જ લીલાવતી હૉસ્‍પિટલ પણ ગયો હતો અને રવિવારે પણ જનાજો નીકળે એ પહેલાં તેમના ઘરે જઈને પણ અંતિમ દર્શન કર્યાં હતાં. જોકે કિંગ ખાન શાહરૂખ ખાને આ વખતે અંતર જાળવ્‍યું હતું. બિશ્‍નોઈ ગૅન્‍ગ કેટલી ખતરનાક છે એની જાણ થઈ જતાં તેણે બાબા સિદ્દીકીની હૉસ્‍પિટલમાં પણ મુલાકાત લીધી નહોતી કે પછી જનાજામાં કે એ પહેલાં પણ તેમના ઘરે ગયો નહોતો.

(12:43 PM IST)