તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા : સુરેન્દર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી
કેબિનેટમાં મંત્રી પદ તરીકે શકીના ઈટુ, જાવેદ અહમદ રાણા, સુરેન્દર ચૌધરી, જાવેદ અહમદ ડાર અને સતીશ શર્માએ શપથ લીધા

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની જીત બાદ ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સુરેન્દર ચૌધરી નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
જમ્મુ કાશ્મીરની કેબિનેટમાં મંત્રી પદ તરીકે શકીના ઈટુ, જાવેદ અહમદ રાણા, સુરેન્દર ચૌધરી, જાવેદ અહમદ ડાર અને સતીશ શર્માએ શપથ લીધા હતા. શપથ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, મહબુબા મુફ્તી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
ત્યારે સામે આવેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સની સરકારમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસના કોઈ પણ નેતાઓ ઓમર અબ્દુલ્લાની નવી સરકારમાં શપથ લીધા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ બે મંત્રાલયની માંગ કરી હતી, પરંતુ ઓછી સંખ્યાને કારણ તેમને એક મંત્રાલય આપવાની વાત થઈ. જેના લીધે તેમણે સરકારનો ભાગ ન બનવાનું નક્કી કર્યું.
એનડીટીવીના અહેવાલ અનુસાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર સરકારમાં સામેલ નહિ થાય. તે સરકારને બહારથી સમર્થન આપશે. જો કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે નવી સરકારમાં કોંગ્રેસ ધારાસભ્યો માટે મંત્રી પદ પર નિર્ણય હાઈકમાન દ્વારા કરવામાં આવશે.
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણી લડી હતી. કોંગ્રેસની 6 લોકસભા બેઠક પર જીત થઈ હતી. જ્યારે નેશનલ કોન્ફરન્સે 42 વિધાનસભા બેઠક પર જીત હાંસલ કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
